VADODARA : નગરપ્રાથમિક શિક્ષણ સમિતિમાં બે મહિલા હોદ્દેદારો આમને-સામને
VADODARA : વડોદરા પાલિકા દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં બધુ સારૂ નથી. તેના ઉપાધ્યક્ષ અંજનાબેન ઠક્કર અને શાસનાધિકારી શ્વેતાબેન પારગી વચ્ચે કોલ્ડ વોર ચાલી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. તાજેતરમાં શાસનાધિકારી દ્વારા ઉપાધ્યક્ષને નિયમાવલી પકડાવી દેતા તેઓ રાતાચોળ થયા હતા. જો કે, આ મામલે શાસનાધિકારી દ્વારા સમજદારી દાખવીને જણાવ્યું કે, આ મામલે કોઇ પણ મુદ્દો હશે તે અંગે અમે અધ્યક્ષ જોડે મળીને તેનો નિકાલ લાવીશું. (NAGAR PRATHMIK SHIKSHAN SAMITI TWO FEMALE OFFICERS COLD WAR - VADODARA)
તમામ જિલ્લાઓમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ સાથે બેસે જ છે
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ અંજનાબેન ઠક્કરે મીડિયાને જણાવ્યું કે, તાજેતરમાં શિક્ષકોની ફેરબદલીનો કેમ્પ યોજાયો હતો. એટલે મેં હેડ ક્લાર્કને તે અંગેનો સમય પુછ્યો હતો. તેના થોડાક સમય બાદ શાસનાધિકારી મેડમે મને લેખિતમાં પત્ર આપ્યો હતો. જેમા અધ્યક્ષ એકલા હાજર રહી શકે, ઉપાધ્યક્ષ હાજર ના રહી શકે તેમ જણાવ્યું હતું. અધ્યક્ષ હોય તો ઉપાધ્યક્ષ હાજર ના રહી શકે તેવો બોમ્બે એક્ટમાં પણ ક્યાંય ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.આ અંગે મેં ડીઇઓને પણ રજુઆત કરી છે. તમામ જિલ્લાઓમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ સાથે બેસે જ છે. પરંતુ વડોદરામાં અગાઉ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ સાથે બેસતા જ હતા. મેં તે સંદર્ભે તેમની સાથે કોઇ વાત કરી નથી, છતાં પણ તેમણે મને લેખિતમાં પત્ર આપ્યો છે. આ વાતથી હું દુખી છું. એક અધિકારી તરીકે તે મને આ રીતે પત્ર ના આપી શકે.
ચેરમેન તેમને હાજર રહેવા માટે કહી શકે
આ અંગે શાસનાધિકારી શ્વેતાબેન પારગીએ જણાવ્યું કે, જે બલદીના નિયમો હતા, મેં તેમને તે જ ટાંકીને આપ્યા છે. નિયમો લેખિતમાં જ છે. હાજર રહી શકો, ના રહી શકો તેમની ઇચ્છા પર હોય. ચેરમેન તેમને હાજર રહેવા માટે કહી શકે, મારાથી તેમને ના કહેવાય. તેમને કોઇ ગેરસમજ થઇ છે. બાકી આ મામલે કોઇ પણ મુદ્દો હશે તે અંગે અમે અધ્યક્ષ જોડે મળીને તેનો નિકાલ લાવીશું. મેં આ અંગે ડીઇઓને રજુઆત કરી લીધી છે.
આ પણ વાંચો --- VADODARA : MSU ના લાયકાત વગરના પૂર્વ VC ને રવાના કરવા ફાળો ઉઘરાવ્યો


