VADODARA : ચૂંટણી ટાણે દારૂ ઘૂસાડવાનો પ્લાન નિષ્ફળ બનાવતી પોલીસ
VADODARA : વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL ELECTION) માં નગર પાલિકાની સામાન્ય અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. તેવામાં તાલુકા પંચાયતની પેટા ચૂંટણી ટાણે દારૂ ઘૂસાડવાના પ્લાનને નંદેસરી પોલીસે (NANDESARI POLICE - VADODARA) નાકામ બનાવ્યો છે. પોલીસે છોટાહાથી ભરેલા ભારતીય બનાવટનો વિદેશી દારૂ મોટી માત્રામાં ઝડપી પાડ્યો છે. આ મામલે બે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે, જ્યારે એક શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
સર્વેલન્સ સ્ટાફ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો
વડોદરા ગ્રામ્યમાં વિવિધ સ્તરે ચૂંટણીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. તેવામાં દારૂ ઘૂસાડવાના બદઇરાદાનો પર્દાફાશ થયો છે. સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, 16, ફેબ્રુઆરીના રોજ યોજાનાર ચૂંટણીના અનુસંધાને નંદેસરી પોલીસ મથકનો સર્વેલન્સ સ્ટાફ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટરને બાતમી મળી કે, પોલીસ સ્ટેશન પાસે આવેલી ગાયત્રી સ્વીટ ફરસાણ નામની દુકાન પાસેથી વનરાજભાઇ રાવજીભાઇ પઢીયાર (રહે. જલારામનગર, નંદેસરી, વડોદરા) અને પ્રિતેશભાઇ શંકરભાઇ ચૌહાણ (રહે. નંદેસરી ગામ, વડોદરા) ભારતીય બનાવટનો વિદેશી દારૂ છોટાહાથીમાં લઇ જઇ રહ્યા છે.
મોબાઇલ નંબરના આધારે એક શખ્સને વોન્ટેડ જાહેર
બાતમીના આધઆરે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતા દારૂ ભરેલો છોટાહાથી ટેમ્પો પકડી પાડવામાં આવ્યો હતો. ઉપરોક્ત કાર્યવાહીમાં પોલીસે રૂ. 1,32 લાખનો વિદેશી દારૂ, 2 - મોબાઇલ રૂ. 50 હજાર અને છોટા હાથી ટેમ્પો કિં. રૂ. 80 હજાર મળીને કુલ રૂ. 2,62 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અને આરોપી વનરાજભાઇ રાવજીભાઇ પઢીયાર (રહે. જલારામનગર, નંદેસરી, વડોદરા) અને પ્રિતેશભાઇ શંકરભાઇ ચૌહાણ (રહે. નંદેસરી ગામ, વડોદરા) સામે ગુનો નોંધીને વધુ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાથે જ આ મામલે મોબાઇલ નંબરના આધારે એક શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. આમ, પોલીસની સતર્કતાના કારણે ચૂંટણી ટાણે દારૂ ઘૂસાડવાનો પ્લાન નિષ્ફળ રહ્યો હતો.
આ પણ વાંચો --- Kutch : શું ખરેખર... BJP એ મતદારોને ખરીદવા રૂપિયા વહેંચ્યા ? કોંગ્રેસનાં ગંભીર આરોપ


