Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : શ્રી નારાયણ વિદ્યાલયના વિદ્યાર્થીઓ માટે અન્ય શાળામાં પ્રવેશના દ્વાર ખુલ્યા

VADODARA : એક મહિના પહેલા વાઘોડિયા વિસ્તારના ગુરૂકુળ ચાર રસ્તા પાસે આવેલી શ્રી નારાયણ વિદ્યાલય (SHREE NARAYAN VIDHLAYA - VADODARA) ની બાલ્કની ધરાશાઇ થઇ હતી. ચાલુ રીસેષમાં થયેલી ઘટનામાં ચાર જેટલા વિદ્યાર્થીઓને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. દુર્ઘટના બાદથી નારાયણ વિદ્યાલયને...
vadodara   શ્રી નારાયણ વિદ્યાલયના વિદ્યાર્થીઓ માટે અન્ય શાળામાં પ્રવેશના દ્વાર ખુલ્યા
Advertisement

VADODARA : એક મહિના પહેલા વાઘોડિયા વિસ્તારના ગુરૂકુળ ચાર રસ્તા પાસે આવેલી શ્રી નારાયણ વિદ્યાલય (SHREE NARAYAN VIDHLAYA - VADODARA) ની બાલ્કની ધરાશાઇ થઇ હતી. ચાલુ રીસેષમાં થયેલી ઘટનામાં ચાર જેટલા વિદ્યાર્થીઓને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. દુર્ઘટના બાદથી નારાયણ વિદ્યાલયને પાલિકા દ્વારા સીલ મારી દેવામાં આવ્યું છે, અને વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. પરંતુ વાલીઓ આ વાતથી સંતુષ્ટ નથી. જેથી અન્ય શાળામાં પ્રવેશ મળે તે માટે પ્રયત્નો કરી રહ્યા છે. આખરે નજીકની 6 જેટલી શાળાઓમાં પ્રવેશ મેળવવાના દ્વાર ખુલ્યા છે. ડીઇઓ દ્વારા પરિપત્ર કરીને શાળાઓમાં પ્રવેશની સુચના આપી છે.

ઓનલાઇન શિક્ષણમાં બાળકો ભણવાની જગ્યાએ ગેમો રમવાનું પસંદ કરે

ડભોઇ-વાઘોડિયા રિંગ રોડ પર આવેલી શ્રી નારાયણ વિદ્યાલયમાં 19 જુલાઇના રોડ બાલ્કની ધરાશાયી થઇ હતી. રીસેષ સમયે બનેલી ઘટનાને પગલે 4 જેટલા વિદ્યાર્થીઓને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. શાળાની ગંભીર બેદરકારી છતી થતાં પાલિકા દ્વારા તાત્કાલીક બિલ્ડીંગ સીલ મારી દેવામાં આવ્યું હતું. ત્યારથી શાળા દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. વાલીઓનું કહેવું છે કે, ઓનલાઇન શિક્ષણમાં બાળકો ભણવાની જગ્યાએ ગેમો રમવાનું પસંદ કરે છે. અને બરાબર ભણતા નથી. જેથી તાજેતરમાં વાલીઓ શ્રી નારાયણ વિદ્યાલય ખાતે પહોંચીને એલસી સર્ટીફીકેટ માગ્યા હતા. જો કે સંચાલકો દ્વારા તે આપવામાં આનાકાની કરવામાં આવતા વાલીઓ ડીઇઓ અને પાલિકા કમિશનરને મળ્યા હતા અને પોતાની સમસ્યાની મુદ્દાસર રજુઆત કરી હતી.

Advertisement

અન્ય શાળામાં એડમિશન લઇ શકે તે માટેનો પરિપત્ર

વાલીઓની મુશ્કેલી જાણીને મ્યુનિસિપલ કમિશનર દ્વારા એક દિવસ માટે શાળાનું સીલ ખોલવાની મંજુરી આપવાનું જણાવ્યું હતું. તો બીજી તરફ ડીઇઓ કચેરી દ્વારા શ્રી નારાયણ વિદ્યાલયને વિદ્યાર્થીઓ અન્ય શાળામાં એડમિશન લઇ શકે તે માટેનો પરિપત્ર કર્યો હતો. જેમાં શ્રી નારાયણ વિદ્યાલયના વિદ્યાર્થીઓને ટ્રાન્સફર સર્ટીફીકેટ વગર એડમિશન આપવા જણાવાયું છે. શ્રી નારાયણ વિદ્યાલયની નજીક આવેલી ઉમિયા વિદ્યાલય, શ્રેય સાર્થક વિદ્યાલય, શ્રી નારાયણ ઇન્ટરનેશનર સ્કુલ, શ્રીનાથ વિદ્યાલય, એસએસવી, એસએસવી - 3 માં એડમિશન મેળવી શકાશે.

Advertisement

31, ઓગસ્ટ સુધીમાં વિદ્યાર્થીઓની મંજુરી ડીઇઓ પાસેથી મેળવવી

સુત્રોના જણાવ્યા અનુસાર, ટ્રાન્સફર સર્ટીફીકેટ વગર વાલી ફોર્મના આધારે શાળાઓએ પ્રવેશ આપવાનો રહેશે. વાલીઓ દ્વારા શ્રી નારાયણ વિદ્યાલયમાં એલસી મેળવવાનું રહેશે. આ અંગે 31, ઓગસ્ટ સુધીમાં વિદ્યાર્થીઓની મંજુરી ડીઇઓ પાસેથી મેળવી લેવાનું રહેશે.

આ પણ વાંચો -- VADODARA : સરકારની પહેલી પ્રાથમિકતા પ્રત્યેક યુવક-યુવતીને રોજગાર - સાંસદ

Tags :
Advertisement

.

×