VADODARA : કોમન રિવ્યુ મિશનની ટીમે SSG હોસ્પિટલની મુલાકાત લીધી, વાંચો વિગતવાર
VADODARA : વડોદરા (VADODARA) માં નેશનલ લેવલની કોમન રિવ્યુ મિશનની ટીમોએ ધામા નાંખ્યા છે. તેેમના દ્વારા શહેરી અને ગ્રામ્ય કક્ષાએ લોકોને આપવામાં આવતી સ્વાસ્થ્ય સુવિધાના લાભો અને તે સંબંધિત ઇન્ડીકેટરની તપાસ કરવામાં આવી રહી છે. ગતરોજ ટીમ સરકારી હોસ્પિટલ જમનાબાઇ ખાતે પહોંચી હતી. ત્યાર બાદ આજે ટીમોએ મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જો કે, મુલાકાત અંગે તેમણે મીડિયા સમક્ષ કંઇ પણ કહેવાનું ટાળ્યું હતું.
ચેક લિસ્ટના આધારે તપાસ
કોમન રિવ્યુ મિશનની બે ટીમો રાજ્યના પ્રવાસે છે. એક ટીમ ભૂજમાં સમીક્ષા કરી રહી છે, જ્યારે અન્ય એક ટીમ વડોદરાની મુલાકાતે છે. ટીમ દ્વારા સ્વાસ્થ્ય સંબંધિત ચેક લિસ્ટના આધારે તપાસ કરવામાં આવી રહી છે. લોકો સુધી પહોંચતી આરોગ્ય સુવિધાઓ વધારે બહેતર બને તે માટેના આ પ્રયાસો હોવાનું હાલ તબક્કે જાણવા મળી રહ્યું છે.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધી તેઓ તપાસ કરશે
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મીનાક્ષીબેન ચૌહાણે મીડિયાને જણાવ્યું કે, નેશનલ લેવલથી કોમન રીવ્યુની ટીમ ગુજરાતની મુલાકાતે આવેલી છે. બે ટીમો આવેલી છે, તે પૈકી એક ટીમ કચ્છની મુલાકાત કરશે અને અન્ય વડોદરાની મુલાકાતે છે. તેઓ 19 - 23 નવે. સુધી ફિલ્ડમાં વિઝીક કરશે. અને આપણા રૂરલ, ડિસ્ટ્રીક્ટ તથા એસએસજી અને જમનાબાઇ હોસ્પિટલની વિઝીટ કરશે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધી તેઓ તપાસ કરશે. આનો હેતુ સ્વાસ્થ્ય સુવિધાઓ ગ્રામ્ય કક્ષા સુધી લોકોને કેવી રીતે મળે છે, તેમણે દર્દીઓ-લાભાર્થીઓના પણ ઇન્ટરવ્યુ કર્યા છે.
મિલ્ક બેંકની ખાસ મુલાકાત લેશે
વધુમાં તેમણે જણાવ્યું કે, ચેક લિસ્ટ પ્રમાણે તેઓ વિગતો મેળવવાની સાથે ઇન્ડીકેટર ચકાસી રહ્યા છે. ગઇ કાલે તેઓ જમનાબાઇ હોસ્પિટલની મુલાકાતે હતા. આજે તેઓ વડોદરાની એસએસજી હોસ્પિટલની મુલાકાતે છે. તેઓ મિલ્ક બેંકની ખાસ મુલાકાત લેશે. સાથે જ અલગ અલગ વિભાગોની મુલાકાત લેનાર છે. આ ટીમમાં નેશનલ લેવલથી 9 અને રાજ્ય કક્ષાએથી 3 અધિકારીઓ આવ્યા છે. 12 લોકોની ટીમો ફિલ્ડ વિઝીટ કરીને જોઇ રહ્યા છે.
આ પણ વાંચો -- VADODARA : આંગણવાડીના "નંદ ઘર" કચરાપેટી બન્યા, મસમોટા ખર્ચ બાદ જાળવણીમાં મીંડુ