VADODARA : નજીવી બાબતે ચાકુના ઉંડા ઘા ઝીંકી દેતા યુવકનું મોત
VADODARA : વડોદરા (VADODARA) ના નવાપુરા વિસ્તારમાં આવેલી જયરત્ન બિલ્ડીંગ વિસ્તારમાં બે ભાઇઓ વચ્ચે કોઇ કારણોસર ઝઘડો થયો હતો. જે બાદ બંનેને છોડાવવા પડેલા યુવકને ડોલ વાગી જતા તે ઉશ્કેરાયો હતો. અને પોતાના ઘરેથી ચાકુ લાવીને તેણે નિતીન રાજપુતને મારી દીધું હતું. આ ઘટનામાં ગંભીર ઇજાગ્રસ્ત નિતીનને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેનું ટુંકી સારવાર બાદ મોત નિપજ્યું છે. પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, મૃતક નિતીનની પત્ની સગર્ભા છે. અને આ ઘટના અંગે જાણ્યા બાદ તે બેભાઇ થઇ ગઇ હતી.
અગાઉ તેની જોકે કચકચ થઇ હતી
મૃતકના પરિજન સોનું ઠાકોરે મીડિયાને જણાવ્યું કે, મારા ભાઇઓ વચ્ચે કોઇ મામલે કચકચ થઇ હતી. તેમાં બંને એકબીજાને છુટ્ટી ડોલ મારતા હતા. તેવામાં તે છોડાવવા ગયો, અને તેને ડોલ વાગી હતી. બાદમાં તે પોતાના ઘરે ગયો, અને ચાકુ લાવીને તેણે નિતીન રાજપુતને ઘા મારી દીધા હતા. ઇજાગ્રસ્ત હાલતમાં મારા ભાઇને એસએસજી હોસ્પિટલમાં લાવ્યા હતા. અહિંયા ટુંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું હોવાનું તબિબોએ જણાવી દીધું હતું. કપિલ મારા ઘરની પાછળ રહે છે. અને બધા ત્યાં બેસે છે. તે રીક્ષા ચલાવે છે. જયરત્ન બિલ્ડીંગ, મદનઝાંપા રોડ, રાધા વલ્લભની ગલીમાં, મારા દાદીના ઘરની પાછળની ગલીમાં ત્યાં તેણે મારા ભાઇને ઘા માર્યો હતો. અગાઉ તેની જોકે કચકચ થઇ હતી. અને તે મામલો પતી ગયો હતો. મારો ભાઇ બિમાર થઇ ગયો હતો, ત્યાર બાદથી તે ઘરે રહેતો હતો.
ડોલ હત્યારાને વાગતા તેણે આ કરી દીધું
મૃતકના ભાઇ સંતોષ રાજપુતએ કહ્યું કે, મારા ભાઇ જોડે મારો ઝઘડો થયો હતો. અંદરોઅંદર ઝઘડો ના થાય તે માટે હું જતો રહ્યો હતો. તેવામાં કપિલે આવીને ઘા મારી દીધો હતો. અમે બે ભાઇઓ લડતા હતા, જેમાં ડોલ હત્યારાને વાગતા તેણે આ કરી દીધું છે.
આ પણ વાંચો -- VADODARA : પરિણીતા જોડે ભાણેજે અડપલાં કર્યા, નણંદે લાફા માર્યા


