VADODARA : NCD ની મેગા ડ્રાઇવમાં હાઇપરટેન્શન અને ડાયાબીટીસના 20 હજાર કેસ મળ્યા
VADODARA : આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા લોકોના આરોગ્યની કાળજી લેતી મેગા ડ્રાઇવ (HEALTH MEGA DRIVE - VADODARA) યોજવામાં આવી હતી. જેમાં ૩૦ વર્ષથી વધુ વયના લોકોની હાઇપરટેન્શન (HYPERTENSION) અને ડાયાબીટીસ (DIABETES) ના માટે આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી. સાથે સાથે જે લોકોને હાઇપરટેન્શન કે ડાયાબીટીસનુ નિદાન થાય તેઓને નજીકના સરકારી આરોગ્ય સંસ્થાનમાં ત્વરિત સારવાર મળી રહે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
૩.૬૬ લાખ થી વધુ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું
આ મેગા ડ્રાઇવ ૨૦ ફેબ્રુઆરી થી ૩૧ માર્ચ ૨૦૨૫ સુધી યોજવામાં આવેલ જેમાં આ કામગીરીમાં કુલ ૩.૬૬ લાખ થી વધુ લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવેલ હતુ. જેમાં ૯૩૦૬ નવા હાઇપરટેન્શન દર્દી ના અને ૭૫૬૯ નવા ડાયાબીટીસના દર્દી મળી આવેલ હતા. તથા જેને હાઇપરટેન્શન તથા ડાયાબીટીસ બન્ને હોય તેવા ૩૭૦૫ દર્દીઓ મળી આવેલ એટલે કે કુલ ૨૦,૫૮૦ દર્દીઓ મળી આવેલ હતા.
તમામ બાબતો ની સમજણ આપવામાં આવી
આ તમામ દર્દીઓને એન.સી.ડી (બી.પી/ડાયાબીટીસ) ની દવા શરૂ કરવામાં આવેલ હતી. તેમજ આ બીમારીઓમાં લેવી પડતી સાવચેતી, પાળવી પળતી પરેજી ની પણ સમજણ આપવામાં આવેલ હતી. નિયમીત દવા લેવા સમજાવી, દવા ન લેવાથી શરીરના વિવિધ અગત્યનાં અંગો જેવાકે, આંખ, હ્રદય, કીડની, મગજ પર ગંભીર અસર થઇ શકે તે તમામ બાબતો ની સમજણ આપેલ છે.
દવા ઘરની નજીકના આયુષ્માન આરોગ્ય મંદિરમાં ઉપલ્બ્ધ
આ દર્દીઓને જે દવા એસ.એસ.જી હોસ્પિટલમાં મળતી હોય તે પ્રકારની દવા ઘરની નજીકના આયુષ્માન આરોગ્ય મંદિરમાં ઉપલ્બ્ધ કરવામાં આવેલ છે. જેથી દર્દીઓને દવા અને ટ્રાન્સપોર્ટ માટે બીનજરૂરી ખર્ચ ન થાય. નિયમીત કસરત, માનસીક ચીંતા અને તાણની સમયસર સારવાર તેમજ પૌષ્ટીક આહાર થી હાઇપરટેન્શન અને ડાયાબીટીસ થી બચી શકાય છે.
આ પણ વાંચો --- Pahalgam Terror Attack : J&Kમાં 370 હટાવ્યા બાદ પહેલો મોટો આતંકી હુમલો, 27નાં મોતની આશંકા


