VADODARA : નજીવી બાબતે બેરહેમીપૂર્વક માર મારતા યુવકનું મોત
VADODARA : વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલા ભેંસાસુર નગર ખાતે ચકચારી ઘટના સામે આવી છે. ખાળકુવો ભરાઇ જવાની તથા પૈસાની લેતીદેતી મામલે પાડોશી પરિવાર હત્યારો બન્યો હોવાનો આરોપ મૃતકના પરિવારે લગાવ્યો છે. પાડોશી પરિવારે મૃતકને ઘરમાં લઇ જઇને માર માર્યો હતો. અને ત્યાર બાદ તેને ઢસડીને બહાર લાવતા યુવક બેભાન થઇ ગયો હતો. આખરે આ મામલે પોલીસે આરોપી પતિ-પત્નીની અટકાયત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. દિવસેને દિવસે વડોદરામાં ગુનાખોરી વધી રહી છે. અને નજીવી બાબતો હત્યા સુધી પહોંચી રહી છે. જે હવે ખરેખર ચિંતાનો વિષય બન્યો છે. (NEIGHBOR MURDER YOUNG MAN OVER NEGLIGIBLE ISSUE - VADODARA)
છેલ્લા 8 - 10 દિવસથી પાડોશી જોડે મગજમારી ચાલતી હતી
વડોદરાના સુભાનપુરામાં ચકચારી કિસ્સો સામે આવ્યો છે. પાડોશીએ જ નજીવી બાબતે યુવકની હત્યા કરી નાંખી છે. બેભાન યુવકને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લાવવામાં આવતા તબિબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનામાં છેલ્લા 8 - 10 દિવસથી પાડોશી જોડે મગજમારી ચાલતી હોવાનું મૃતકના પરિજને મીડિયાને જણાવ્યું છે.
ખેંચીને બહાર લાવ્યા ત્યાંને ત્યાં જ તે બેભાન થઇ ગયો
મૃતક પીયુષ રાઠોડના પરિજને મીડિયાને જણાવ્યું કે, અમારા ઘરનો ખાળકુવો ભરાઇ ગયો હતો. અને ઘરમાં 8 - 10 દિવસથી ઝઘડો ચાલતો હતો. તેઓ બપોરથી ધમકી આપતા હતા પીયુષને મારી નાંખીશું. સાંજે પીયુષ વાત કરવા ગયો હતો. ત્યારે ઘરમાં પાડોશીને ત્યાં પતિ-પત્ની, બનેવી તથા અન્ય હાજર હતા. તેઓ તેને અંદર લઇ ગયા હતા. તેને ગળું દબાવીને માર મારવામાં આવ્યો છે, તેને ખેંચીને બહાર લાવ્યા ત્યાંને ત્યાં જ તે બેભાન થઇ ગયો હતો.
પૈસા લેવાના નીકળતા તે પણ તે આપતો ન્હતો
વધુમાં જણાવ્યું કે, ત્યાર બાદ અમે 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો, જેમાં તેને અમે હોસ્પિટલ લઇ આવ્યા છીએ. અહિંયા ડોક્ટરોએ જણાવ્યું કે, હવે તે દુનિયામાં નથી રહ્યો. પાડોશી પાસેથી પૈસા લેવાના નીકળતા તે પણ તે આપતો ન્હતો. અમે બે-ત્રણ વખર ફરિયાદ કરી તો તેણે તે બંધ કરી દીધું હતું. તેના કારણે અમારો ઝઘડો ચાલતો હતો. પાડોશી પ્રવિણ પંચાલ અને શિતલ પંચાલ છે. તે પોલીસની કસ્ટડીમાં છે. મારા ભાઇને ન્યાય મળતો જોઇએ, અને આરોપીઓને સખ્તમાં સખ્ત સજા મળવી જોઇએ, એટલી મારી સરકારને નમ્ર વિનંતી છે.
આ પણ વાંચો --- VADODARA : ટુ વ્હીલર પર રસ્તો ક્રોસ કરતા વૃદ્ધનું કારની અડફેટે મોત


