Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : વર્ષો બાદ શહેરને મળશે નવીન આર્ટ ગેલેરી, વાંચો વિગતવાર

VADODARA : બદામડી બાગ ખાતે નવું ફાયર સ્ટેશન, આર્ટ ગેલેરી અને સ્ટાફ ક્વાટર્સ નવનિર્મિત થઇ ચુક્યા છે, જેનો અંદાજીત ખર્ચ રૂ. 5.80 કરોડ થયો છે.
vadodara   વર્ષો બાદ શહેરને મળશે નવીન આર્ટ ગેલેરી  વાંચો વિગતવાર
Advertisement

VADODARA : વડોદરાના બદામડી બાગ ખાતે તૈયાર કરવામાં આવેલી આર્ટ ગેલેરી, ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાટર્સનું ઉદ્ધાટન કરવામાં આવનાર છે. (VADODARA TO GET NEW ART GALLERY AFTER LONG WAIT) સંભવિત વિશ્વમાં આ પ્રથમ માળખું હશે જેમાં આર્ટ ગેલેરી સાથે ફાયર સ્ટેશન હશે, તેવું મનાઇ રહ્યું છે. સંસ્કારી નગરી અને કલા નગરી વડોદરાના કલાકારો દ્વારા આર્ટ ગેલેરી અંગે લાંબા સમયથી માંગ કરવામાં આવી હતી. આખરે આવતી કાલે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર આર્ટ ગેલેરી સહિતના વિકાસના કામોને દંડકના હસ્તે ખુલ્લા મુકવામાં આવનાર છે.

Advertisement

ટુંક સમયમાં ફળિભુત થશે

વડોદરાને સંસ્કારી નગરી અનેક કલા નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. અગાઉ બદામડી બાગ ખાતે આર્ટ ગેલેરી આવેલી હતી. તેને તોડી પાડીને કમાન્ડ એન્ડ કંટ્રોલ સ્ટેશન તૈયાર કરવામાં આવ્યું હતું. ત્યાર બાદથી લઇને આજદિન સુધી શહેરને એક વ્યવસ્થિત આર્ટ ગેલેરી મળે તે માટે કલાકારો લડત આપી રહ્યા છે. જે ટુંક સમયમાં ફળિભુત થશે. આવતી કાલે સ્વામી વિવેકાનંદ આર્ટ ગેલેરીનું ઉદ્ધાટન કરવામાં આવનાર છે.

Advertisement

બુકીંગ માટેના રેટ્સ પણ નક્કી કરી દેવામાં આવ્યા

વડોદરા પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રીએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, બદામડી બાગ ખાતે નવું ફાયર સ્ટેશન, આર્ટ ગેલેરી અને સ્ટાફ ક્વાટર્સ નવનિર્મિત થઇ ચુક્યા છે. 15, ફેબ્રુઆરીના રોડ રૂ. 300 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત વિધાનસભાના મુખ્ય દંડક બાળુ શુક્લ અને મેયર પિંકીબેન સોનીના હસ્તે રાખવામાં આવ્યું છે. તે દિવસે આ બંને જગ્યાઓનું લોકાર્પણ કરવામાં આવશે. આર્ટ ગેલેરીનું નામકરણ સ્વામી વિવેદાનંદ આર્ટ ગેલેરી રાખવામાં આવ્યું છે. તેના બુકીંગ માટેના રેટ્સ પણ નક્કી કરી દેવામાં આવ્યા છે. ફાયર સ્ટેશન પણ નવીન બનાવવામાં આવ્યું છે. બાજુમાં જ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર છે. વડોદરામાં આપાતકાલીન સ્થિતીને પહોંચી વળવા માટે સુદ્રઢ વ્યવસ્થા તૈયાર છે. ત્રણેય માળખા તૈયાર કરવાનો અંદાજીત ખર્ચ રૂ. 5.80 કરોડ થયો છે.

આ પણ વાંચો --- VADODARA : સરકારી જમીન પરના 314 ધાર્મિક દબાણો દુર કરવા VMC સજ્જ

Tags :
Advertisement

.

×