VADODARA : શ્રમજીવીનો બે કટકા કરેલો મૃતદેહ મળ્યો, કારણ અકબંધ
VADODARA : વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL) અંતર્ગત આવતા ડેસર પોલીસ મથક (DESAR POLICE STATION) વિસ્તારમાંથી બે કટતા કરેલો શ્રમિકનો મૃતદેહ મળી આવ્યો છે. જેને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી જવા પામી છે. શ્રમિકનો પરિવાર લાપતા સ્વજનને શોધતો હતો. દરમિયાન એક ખેતરમાંથી દુર્ગંઘ મારતા બે કોથળામાંથી અલગ અલગ અંતરે મૃતદેહ મળી આવ્યો છે. હાલ, આ મામલે અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
સવારે મજુરી કરવા જાઉં છું કહીને નીકળ્યા હતા
ડેસર પોલીસ મથકમાં વનરાજકુમાર ભીખાભાઇ પરમારએ નોંધાવનેલી ફરિયાદ અનુસાર, તાજેતરમાં તેઓ નોકરી પર હાજર હતા. દરમિયાન સાંડે તેમની માતાએ ફોન કરીને જણાવ્યું કે, તારા પપ્પા બે દિવસથી ઘરે આવ્યા નથી. નવા કેશરાના મુવાડા ગામના ભરતભાઇ પરમારમા ઘરે ડાંગ કાપવા મજુરીએ ગયા હતા. અને ત્રણ દિવસ સુધી અગાઉ તેઓ રોકાયા હતા. ત્યાર બાદ બીજા દિવસે સવારે મજુરી કરવા જાઉં છું કહીને નીકળ્યા હતા. જે હજુસુધી ઘરે આવ્યા નથી.
ફરિયાદીના પિતાના પગને મળતો ભાગ મળી આવ્યો
બાદમાં ફરિયાદીએ લાપતા પિતાની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન બે દિવસ પૂર્વે ગામની સિમમાં આવેલા ખેતરોમાં તપાસ કરતા હિરૂ તલાવડી નજીક એક પ્લાસ્ટીકના કોથળામાંથી દુર્ગંધ આવતી હોવાથી ત્યાં જઇને તપાસ કરવામાં આવી હતી. જેમાં ફરિયાદીના પિતાના પગને મળતો ભાગ મળી આવ્યો હતો. બાદમાં આ અંગે 100 નંબર પર જાણ કરવામાં આવતા પોલીસ આવી પહોંચી હતી. જે બાદ નજીકના ખેતરમાં તપાસ કરવા જતા અન્ય કોથળામાંથી મૃતદેહનો બીજો ભાગ મળી આવ્યો હતો. આખરે ઉપરોક્ત મામલે અજાણ્યા શખ્સો સામે ડેસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે બાદ પોલીસે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો -- VADODARA : ડોઢ કરોડની કાર આગમાં ખાખ થઇ, પોલીસ તપાસ શરૂ


