VADODARA : "આગળ પોલીસ છે" કહી વૃદ્ધાને અધવચ્ચે ઉતાર્યા, બાદમાં ગડબડ સમજાઇ
VADODARA : વડોદરા (VADODARA) માં તસ્કરો હવે રીક્ષામાં ફરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. શહેરના મકરપુરા વિસ્તારમાં વૃદ્ધા રીક્ષામાં બેઠા હતા. તેમને પાછળની સીટ પર મહિલા અને પુરૂષ પેસેન્જર વચ્ચે બેસાડીને લઇ જવામાં આવ્યા હતા. પરંતુ મહિલાએ નક્કી કરેલી જગ્યા પર તેઓ પહોંચે તે પહેલા જ અધવચ્ચે તેમને આગળ પોલીસ છે, હોવાનું જણાવીને ઉતારી દેવામાં આવ્યા હતા. બાદમાં વૃદ્ધાએ જ્યારે તેમના ગળા પર હાથ ફેરવ્યો ત્યારે તેમની જોડે થયેલી ઘટનાનો તેમને અંદાજ આવ્યો હતો. આખરે મામલે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
કનડગત કરે તેવી હોવાથી તેને હટાવવાનું કહ્યું હતું
વડોદરાના મકરપુરા પોલીસ મથક (MAKARPURA POLICE STATION) માં નોંધાયેલી ફરિયાદ અનુસાર, શશીકલાબેન લક્ષ્મણભાઇ હીંગે માંજલપુર જવા માટે રીક્ષાની રાહ જોઇ રહ્યા હતા. તે દરમિયાન એક રીક્ષા ચાલક તેમની જોડે આવ્યા હતા. તેની રીક્ષામાં બે મહિલા અને એક પુરૂષ પેસેન્જર પહેલાથી હતા. તેણે વૃદ્ધાને જ્યાં જવું છે, ત્યાં લઇ જવાનું કહેતા વૃદ્ધા રીક્ષામાં બેઠા હતા. વૃદ્ધાને મહિલા અને પુરૂષની વચ્ચોવચ બેસાડવામાં આવ્યા હતા. દરમિયાન વૃદ્ધાની બાજુમાં બેઠેલા પુરૂષે ગળા પાસે એક થેલી રાખી હતી. જે કનડગત કરે તેવી હોવાથી તેને હટાવવાનું કહ્યું હતું. બાદમાં બંને વચ્ચે ટુંકી વાતચીત થઇ હતી.
તમે ફટાફટ ઉતરો
જે બાદ રીક્ષા સુશેન રીંગ રોડ સામે આવી હતી. જ્યાં મહિલાને ઉતારી દેવામાં આવ્યા હતા. જો કે, મહિલાએ અમરજ્યોત સોસાયટી, માંજલપુુર ખાતે જવાનું જણાવ્યું હતું. વૃદ્ધાએ સવાલ કરતા રીક્ષા ચાલકે કહ્યું કે, આગળ પોલીસ છે, તમે ફટાફટ ઉતરો. બાતદમાં મહિલાને ઉતારીને જતા રહ્યા હતા. જે બાદ મહિલાએ ગળે હાથ ફેરવતા જાણ્યું કે, તેમની સાત ગ્રામની સોનાની ચેઇન ગાયબ છે. જેની કિંમત રૂ. 30 હજાર આંકવામાં આવી રહી છે. આખરે ઉપરોક્ત મામલે મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો -- VADODARA : સગીરાનો દેહ ચૂંથનારને આજીવન કેદની સજા


