Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : કાલુપુરાના લીંબડી ફળિયાના બંધ મકાનની દિવાલ તૂટી

VADODARA : વડોદરા (VADODARA) માં પહેલા વરસાદમાં જ મેઘરાજાએ મન મુકીને વરસતા ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. બીજી તરફ વરસાદમાં જર્જરિત મકાનો,સ્લેબના પોપડા ખરવા સહિતના અનેક બનાવો સામે આવી રહ્યા છે. તેવામાં ગતરાત્રે 12:30 વાગ્યાના આસરામાં કાલુપુરા...
vadodara   કાલુપુરાના લીંબડી ફળિયાના બંધ મકાનની દિવાલ તૂટી
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) માં પહેલા વરસાદમાં જ મેઘરાજાએ મન મુકીને વરસતા ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. બીજી તરફ વરસાદમાં જર્જરિત મકાનો,સ્લેબના પોપડા ખરવા સહિતના અનેક બનાવો સામે આવી રહ્યા છે. તેવામાં ગતરાત્રે 12:30 વાગ્યાના આસરામાં કાલુપુરા વિસ્તારના સુધરાઈ સ્ટોર પાસે આવેલા લીંબડી ફળિયાના એક બંધ મકાનની દિવાલ તૂટી પડી હતી. ધકાડાભેર દીવાલ તૂટી પડતા સ્થાનિક લોકો ભયભીત થયા હતા. જો કે, સદનસીબે કોઈ જાનહાનિ નહિ થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

સીટી કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમમાં વર્ધી નોંધાવી

વડોદરામાં પહેલા વરસાદના કારણે જ ભારે જળબંબાકાર સ્થિતીનું સર્જન થયું હતું. દરમિયાન વિતેલા 72 કલાકમાં સલાટવાડામાં આવેલું વર્ષોજુનું જર્જરિત મકાન મોડી રાત્રે તૂટી પડતા સાત લોકો ફસાયા હતા. આ ઘટનામાં એક વૃદ્ધ દબાઈ ગયા હોવાની વાતને લઈ ફાયબ્રિગેડ મોડી રાત સુધી કામગીરી કરી હતી. દરમિયાન આજે 12:30 વાગ્યાના આસરામાં જેસીંગભાઇ મકવાણા સીટી કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમમાં વર્ધી નોંધાવી હતી કે સુધરાઈ સ્ટોરની સામે આવેલી લીમડી ફળિયાના નાકે બંધ મકાનની દિવાલ તૂટી પડી છે. કોલ મળતાની સાથે જ ફાયર બ્રિગેડ ની ટીમ સ્થળ પર પહોંચી હતી. અને કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી હતી.

Advertisement

વરસાદી વાતાવરણમાં કોઇ હાજર ન્હતું

સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. બીજી તરફ આ જગ્યા ઉપર રાત્રિ દરમિયાન નાના બાળકો રમતા હોય છે અને વૃદ્ધ મહિલાઓ બહાર બેસતા હોય છે. તેવામાં હાલ વરસાદી વાતાવરણ હોવાથી કોઈ હાજર નહીં હોવાથી મોટી દુર્ઘટના થતા ટળી હતી.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : વડસરમાંથી વધુ 16 લોકોને સલામત બહાર કાઢતું NDRF

Tags :
Advertisement

.

×