Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : એક જ જગ્યાએ બીજી વખત ભૂવો પડતા નબળી કામગીરી ખુલ્લી પડી

VADODARA : એક સમય એવો હતો કે માત્ર ચોમાસાની રૂતુમાં જ ભૂવા પડતા હતા. પરંતુ હવે બારેમાસમાં ગમે ત્યારે ભૂવો પડવાની ઘટના સામે આવી શકે છે
vadodara   એક જ જગ્યાએ બીજી વખત ભૂવો પડતા નબળી કામગીરી ખુલ્લી પડી
Advertisement

VADODARA : વડોદરા શહેર (VADODARA CITY) ના જેતલપુર રોડ પર યોગ્ય રીતે રસ્તા પરનો ભૂવો પુરવામાં ના આવતા વધુ એક વખત ભૂવો પડ્યાની ઘટના સામે આવી છે. જેને લઇને પાલિકાના કોન્ટ્રાક્ટર (VMC, CONTRACTOR) દ્વારા કરવામાં આવતી નબળી કામગીરી લોકો સમક્ષ ખુલ્લી પડી જવા પામી છે. એક સમયે શહેરમાં માત્ર ચોમાસાની રૂતુમાં જ ભૂવા પડતા હતા. જે હવે બારેમાસનો સિલસિલો થવા જઇ રહ્યું છે. પોતાના કામમાં આ પ્રકારે બેદરકારી દાખવતા કોન્ટ્રાક્ટર સામે પાલિકાનું તંત્ર શું કામગીરી કરે છે તે જોવું રહ્યું.

Advertisement

કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટે બેરીકેડીંગ કરી દેવામાં આવ્યું

વડોદરામાં એક સમય એવો હતો કે માત્ર ચોમાસાની રૂતુમાં જ ભૂવા પડતા હતા. પરંતુ તે દિવસો હવે જુના થયા છે. હવે બારેમાસમાં ગમે ત્યારે ભૂવો પડવાની ઘટના સામે આવી શકે છે. જેનો સિલસિલો આજે પણ શહેરમાં યથાવત છે. ગતરોજ શહેરના જેતલપુર રોડ વિસ્તારમાં ભૂવો પડ્યો છે. લોકોથી સતત વ્યસ્ત રહેતા જેતલપુર રોડ પર ભૂવો પડતા કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટે બેરીકેડીંગ કરી દેવામાં આવ્યું છે.

Advertisement

તંત્રની નબળી કામગીરી સામે રોષ

અગાઉ પણ આ જ જગ્યાએ ભૂવો પડ્યા બાદ તેનું રીપેરીંગ કાર્ય કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ વધુ એક વખત શ્રીજી એવન્યુ પાસે ભૂવો પડતા પાલિકાના કોન્ટ્રાક્ટરની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. સાથે જ સ્થાનિકો તંત્રની નબળી કામગીરી સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. સ્થાનિકોનું માનવું છે કે, આ પ્રકારની બેદરકારી દાખવતા પાલિકાના કોન્ટ્રાક્ટર તથા અધિકારીઓ સામે તંત્રએ કડક પગલાં લેવા જોઇએ. નહીં તો આ સિલસિલો લાંબો ચાલ્યા જ કરશે.

આ પણ વાંચો -- VADODARA : શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબામાંથી બાળશ્રમિકોને મુક્ત કરાવાયા

Tags :
Advertisement

.

×