Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : બોર્ડ એક્ઝામ ટાણે રોડ-બ્રિજની કામગીરી નહીં કરવા માંગ

VADODARA : બોર્ડની પરીક્ષા સમયે માતા પિતા અને જાગૃત નાગરિકોને ચિંતા છે. પાલિકાએ રાત્રે અથવાતો એક્ઝામ સમય બાદમાં કામ કરવું જોઇએ
vadodara   બોર્ડ એક્ઝામ ટાણે રોડ બ્રિજની કામગીરી નહીં કરવા માંગ
Advertisement

VADODARA : આવતી કાલથી વડોદરા સહિત રાજ્યભરમાં બોર્ડની પરીક્ષા શરૂ થઇ રહી છે. બીજી તરફ વડોદરામાં ખાડા ખોડવામાં આવ્યા હોવાથી તેમજ બ્રિજ રીસર્ફેસીંગ માટે બંધ કરવામાં આવ્યા હોવાથી વિદ્યાર્થીઓને તકલીફ પડી શકે તેમ છે. તેવા સમયે સમયે પાલિકા દ્વારા બ્રિજ તથા રોડની કામગીરી અન્ય સમયે કરવામાં આવે, અને પરીક્ષા દરમિયાન કામગીરી અડચણરૂપ ના બને તે માટે બંધ રાખવામાં આવે તેવી માંગ વિપક્ષના નેતા અને કોર્પોરેટર દ્વારા મુકવમાં આવી છે. (VMC TO STOP WORKING ON ROAD-BRIDGE PROJECT DURING BOARD EXAM TIME - OPPOSITION SUGGESTS)

જો મોડા પડશે, તો જવાબદાર તમે રહેશે

પાલિકાના વિપક્ષના નેતા ચંદ્રકાંત ભથ્થુએ મીડિયામે જણાવ્યું કે,કોંગી કોર્પોરેટરે મને વિદ્યાર્થીઓના હિતમાં જાણ કરી છે. જેથી મેં મ્યુનિસિપલ કમિશનરે જાણ કરી છે. જેથી હું પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરને જણાવ્યું છું કે, બોર્ડની એક્ઝામ વિદ્યાર્થીઓના જીવનનો ટર્નિંગ પોઇન્ટ છે, જો તેઓ મોડા પડશે, તો જવાબદાર તમે રહેશે. જેથી બોર્ડની પરીક્ષા સમયે માતા પિતા અને જાગૃત નાગરિકોને ચિંતા છે. પાલિકાએ રાત્રે અથવાતો એક્ઝામ સમય બાદમાં કામ કરવું જોઇએ, તેવી અમારી માંગ છે. ટુંક સમયમાં આ અંગે કમિશનરને મળીને રજુઆત કરીશું.

Advertisement

પાલિકા તંત્રને રાત્રીના સમયે કામ કરવા સૂચન કર્ચું

કોંગ્રેસના કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલાનું કહેવું છે કે, આવતી કાલથી બોર્ડની પરીક્ષાઓ શરુ થઇ રહી છે. તેવામાં પાલિકા દ્વારા બ્રિજ રીસર્ફેસીંગના કામ લીધા હતા. પરીક્ષા દરમિયાન કામ ચાલુ છે. અનેક બ્રિજ બંધ છે. હજારો વિદ્યાર્થીઓ એક્ઝામ આપશે. આ વચ્ચે કેટલાક વિસ્તારોમાં ખોદકામ કર્યું હોવાથી તેની ફરતે આડાશ મુકી છે. જેથી ટ્રાફિકના સરળ અવર-જવરમાં તે નડી શકે તેમ છે. દુર સુધી એક્ઝામના સ્થળ હોય છે. જેથી તેઓ સરળથી, નિશ્ચિંત આ કાર્ય કરી શકે, તે માટે વિપક્ષના નેતાએ મ્યુનિસિપલ કમિશનરને સંદેસ મોકલ્યો છે. અને જણાવ્યું કે, રસ્તા ખોલી દો. અને પાલિકા તંત્રને રાત્રીના સમયે કામ કરવા સૂચન કર્ચું છે. બ્રિજ બંધ કરવાના ઉદ્ભવાતી ટ્રાફિક જામની પરિસ્થિતી એક્ઝામ પૂરતી ટાળવા જણાવ્યું છે.

Advertisement

આ પણ વાંચો ---  VADODARA : કરજણ નગર પાલિકાના પ્રમુખની શોધ માટે કવાયત શરૂ

Tags :
Advertisement

.

×