VADODARA : ખાડાની જગ્યાએ સમથળ રોડ પર ડામર પાથરતું "સ્માર્ટ તંત્ર''
VADODARA : સ્માર્ટ સિટી વડોદરા (SMART CITY VADODARA) નું તંત્ર કામગીરી કરવામાં કેટલું સ્માર્ટ છે તે સૌ કોઇ જાણે જ છે. ત્યારે વડોદરાના તાંદલજા વિસ્તારમાં પાલિકાના સ્માર્ટ કોન્ટ્રાક્ટરની કરતુત સામે આવવા પામી છે. રોડનું કામ કરવા માટે કપચી પાથરીને તેને સમથળ કરવા માટે આવેલા કોન્ટ્રાકટર દ્વારા સમથળ જમીન પર ડામર પાથરવામાં આવી રહ્યો છે. જો કે, ખરેખર જ્યાં ખાડા છે તેને પુરીને રસ્તો યોગ્ય કરવાની જરૂર છે. સ્થાનિક દ્વારા આ પ્રકારની બેજવાદારીભરી કામગીરીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અને પાલિકાના સત્તાધીશો આવીને જુએ તેવી માંગ કરવામાં આવી છે.
સ્થાનિક દ્વારા આ મામલે અવાજ ઉઠાવવામાં આવ્યો
સ્માર્ટ સિટી વડોદરામાં પાલિકાનું તંત્ર આજે પણ લોકોને સારા રોડ, સ્વચ્છ પાણી જેવી પાયાની જરૂરિયાતો પુરી પાડવામાં નિષ્ફળ રહ્યું છે. આ વાત ભાગ્યે જ કોઇ શહેરવાસીથી છુપી હશે. ત્યારે વડોદરા પાલિકના કોન્ટ્રાક્ટર દ્વારા બુદ્ધિનું પ્રદર્શન કરતું કામ કરવામાં આવ્યું છે. શહેરના તાંદલજા વિસ્તારમાં સમથળ રોડ પર ડામર પાથરવામાં આવી રહ્યો છે. ખરેખર તો રોડ પરના ખાડા પુરવા માટે ડામર પાથરવાની જરૂરત છે. ત્યારે હવે સ્થાનિક દ્વારા આ મામલે અવાજ ઉઠાવવામાં આવ્યો છે. અને પાલિકાના અધિકારીઓ સ્થળ પર આવીને જુએ ત્યાર બાદ જલ્દી કામગીરી પૂર્ણ થવાના આદેશ આપે તેવી માંગ કરવામાં આવી રહી છે.
અહિંયા આવીને અમારી સમસ્યા જુઓ તો ખરા
સ્થાનિક સૈયદ આબીદઅલીએ જણાવ્યું કે, આ તાંદલજાનો કોઠિયાપુરા વિસ્તાર છે. અહિંયા ડામર ખાડાની જગ્યાએ સમથળ જગ્યાએ નાંખવામાં આવે છે, જ્યાં ખાડા છે ત્યાં નંખાતો નથી. અમે રોડ બનાવવાની માંગણી કરી રહ્યા છીએ, તેની સામે કોઇ નક્કર કામ થતું નથી. આ રસ્તેથી સ્થાનિકો, સગર્ભા મહિલાઓ બધા પસાર થાય છે. ખાડા એટલા મોટા છે કે, તેમાં પછડાય તો શરીરને પણ મુશ્કેલી સર્જાઇ શકે છે. પાલિકાના સત્તાધીશોને કહેવું કે, તમે અહિંયા આવીને અમારી સમસ્યા જુઓ તો ખરા. તમે રોડ પર થીંગણા મારો છે, આખો રોડ નથી બનાવતા તેનો વાંધો નથી. પરંતુ ખાડા તો સરખી રીતે પુરાવવાની કોશિસ કરો. તમારા સાથથી અમને મદદ મળશે.
આ પણ વાંચો -- VADODARA : પાલિકાની સભામાં પાણી, હોટલ-મોલના દબાણના મુદ્દે કોર્પોરેટર ગર્જ્યા


