VADODARA : એક પછી એક ઝડપખોરો પોલીસ જોતા જ હાથ જોડી રહ્યા છે
VADODARA : વડોદરા (VADODARA) માં ચાલુ સપ્તાહમાં પોલીસ દ્વારા ઝડપખોરો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. વડોદરામાં સ્પોર્ટસ બાઇકર્સ (DHOOM STYLE BIKE RIDERS TROUBLE - VADODARA) દ્વારા રોડ પર બેફામ ઝડપે વાહન હંકારીને અન્યના જીવનો જોખમરૂપ સ્ટંટ બાજી કરવામાં આવતી હતી. અને એટલું જ નહીં જાણે કોઇ મોટુ કામ કર્યું હોય તેમ આના વીડિયો સોશિયલ મીડિયામાં મુકવામાં આવતા હતા. આ વીડિયો વાયરલ થતા જ પોલીસ સુધી પહોંચ્યા હતા. થોડાક દિવસો પહેલ ચાર બાઇકર્સ સામે પોલીસે કાર્યવાહી કરી હતી. ત્યાર બાદ આજે વધુ એક બાઇકર્સને દબોચવામાં આવ્યો છે. પોલીસને જોતા જ બાઇકર્સે હાથ જોડીને માફી માંગી લીધી હતી. એટલું જ નહીં અન્યને પણ ઝડપથી વાહન નહીં ચલાવવા માટેની અપીલ કરી હતી.
ખોટી કરતુતને સોશિયલ મીડિયા પર મુકતા વાયરલ થયા
વડોદરામાં યુવા બાઇકર્સ દ્વારા તેમની સ્પોર્ટસ બાઇક પર રસ્તા પર જોખમી ઝડપે વાહન હંકારીને ફિલ્મી સ્ટંટ બાજી કરવામાં આવતી હતી. આ વાતથી ચાલકો પરેશાન હતા. પરંતુ કોઇ રીતે આ વાત પોલીસ સુધી પહોંચી શકી ન્હતી. જો કે, બાઇકર્સ દ્વારા તેમની ખોટી કરતુતને સોશિયલ મીડિયા પર મુકતા વાયરલ થયા હતા. જેથી મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. જેને પગલે પોલીસ એક્શનમાં આવી હતી. અગાઉ ચાર જેટલા ઝડપખોરોની અટકાયત કરીને તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં અવી છે. તે બાદ આજે વધુ એક બાઇકર સામે અટકાયતી પગલાં ભરવામાં આવ્યા છે. જેને પગલે ઝડપખોરોમાં ભારે ફફટાડ પેંસી જવા પામ્યો છે.
ઓવર સ્પીડીંગ કરશો નહીં. હું તમારી માફી માંગુ છું
આજરોજ શહેરના પરમાર કિશન અંબાલાલની અટકાયત કરવામાં આવી છે. ત્યાર બાદ તેણે હાથ જોડીને કહ્યું કે, તાજેતરમાં મારો સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો. હું બધાને કહેવા માંગુ છું કે, ઓવર સ્પીડીંગ કરશો નહીં. હું તમારી માફી માંગુ છું. હવે આગળથી આવું નહીં કરું તેની ખાતરી આપું છું. I AM SORRY
આ પણ વાંચો --- VADODARA : રોડ પર ઝડપનો કહેર વર્તાવતા બાઇકર્સ ઝબ્બે


