VADODARA : ટેમ્પાની ટક્કરે બાઇક પર જતું પરિવાર ફંગોળાયું, ત્રણના મોત
VADODARA : વડોદરા ગ્રામ્યમાં (VADODARA RURAL) આવતા પાદરા-જંબુસર હાઇ-વે (PADRA - JAMBUSAR HIGHWAY) પર ફરી એકવાર ગોજારા અકસ્માતની (ACCIDENT) ઘટના સામે આવી છે. અકસ્માતમાં માતા અને તેમની બે પુત્રીઓના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. અને બાઈક ચાલક પિતાને ગંભીર ઈજાઓ થતા સારવાર હેઠળ ખસેડાયા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, આઇસર ટેમ્પો ચાલકે બાઈક ચાલકને ગવાસદ ગામ પાસે અડફેટે લેતા કરુણ અકસ્માત સર્જાયો હતો. ઘટનાને પગલે ભારદારી વાહનો સામે સ્થાનિકોમાં ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી છે.
એક ઝાટકે જ પરિવારનો માળો વિખેરાઇ ગયો
પાદરા-જંબુસર હાઇવેની નવીનીકરણની કામગીરી ચાલી રહી છે. આ વચ્ચે રોડ અકસ્માતની ઘટનાઓ અટકવાનું નામ નથી લઇ રહી. આજરોજ પાદરાના સાપલા ગામે રહેતા સુરેશભાઈ ગલાબભાઈ પાટણવાડીયાનો પરિવાર પોતાના બાઈક ઉપર મુવાલ ગામથી માસારોડ તરફ જઇ રહ્યા હતા. દરમિયાન ગાવાસદ ગામ પાસે પુર ઝડપે આવતા આઇસર ટેમ્પો ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા તેઓ ફંગોળાયા હતા. કમકમાટીભર્યા અકસ્માતમાં સુરેશભાઈ પાટણવાડીયાની પત્ની શકુંતલાબેન અને પુત્રી ક્રિષ્ના (ઉ.4) અને વૈષ્ણવી (ઉ.2) નું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું. ઘટનાને પગલે સ્થળ પર ગમગમીની છવાઇ ગઇ હતી. અને એક ઝાટકે જ પરિવારનો માળો વિખેરાઇ ગયો હતો.
ઘટનાને પગલે પંથકમાં ભારે અરેરાટી વ્યાપી જવા પામી
ગતરોજ ગવાસદ ગામ પાસે જ અકસ્માતમાં ચોકારી ગામના યુવકનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. પાદરા જંબુસર હાઇ-વે રોડ પર અકસ્મતોની વણઝાર યથાવત છે. એક તરફ રોડની કામગીરી ચાલી રહી છે, અને બીજી તરફ અકસ્માતો બંધ થવાનું નામ લઇ રહ્યા. ત્યારે આજે ફરી વધુ એક અકસ્માતમાં સાંપલા ગામના એક જ પરિવારના માતા અને બે પુત્રીઓનું ઘટના સ્થળે દર્દનાક મોત નીપજ્યું હતું. એક બેદરકારી કોઇનું પરિવાર વિખેરી નાંખે તેવી ઘટનાને પગલે પંથકમાં ભારે અરેરાટી વ્યાપી જવા પામી છે. ઘટના અંગે વડુ પોલીસ મથકમાં અકસ્માતનો ગુનો નોંધી ટેમ્પો ચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. અને બીજી તરફ મૃતદેહનો કબજો મેળવી પીએમ માટેની વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો --- VADODARA : જાંબુઆ પાસે અકસ્માતમાં યુવકનું મોત, સ્થાનિકોનો ચક્કાજામ


