ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : હોમગાર્ડ જવાનની છાતી પર ચઢી ગળું દબાવનારને દબોચતી પોલીસ

VADODARA : ઘટના અંગે બુમાબુમ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા, અને હોમગાર્ડ જવાનને વધુ માર ખાતા બચાવી લેવામાં આવ્યો હતો
03:41 PM Feb 22, 2025 IST | PARTH PANDYA
VADODARA : ઘટના અંગે બુમાબુમ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા, અને હોમગાર્ડ જવાનને વધુ માર ખાતા બચાવી લેવામાં આવ્યો હતો

VADODARA : વડોદરા ગ્રામ્યમાં આવતા પાદરા (VADODARA - PADRA) માં ગતરાત્રે હોમગાર્ડ જવાન જોડે ગેરવર્તણુંક કરવાનો મામલો સપાટી પર આવ્યો હતો (LOCAL PERSON MISBEHAVE WITH HOME GUARD JAWAN - PADRA) . આ અંગે ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવતા ગણતરીના સમયમાં પોલીસે માથાભારેને દબોચી લીધો હતો. અને તેને સાથે રાખીને ઘટના સ્થળે રીકન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. માથાભારે આરોપીનો વિસ્તારમાં ડોન થવાના અભરખા હોવાનું સ્થાનિક સુત્રો જણાવી રહ્યા છે. અને તેના દ્વારા વિસ્તારમાં અવાર-નવાર લોકોને પરેશાન કરવામાં આવતા હોય છે.

રાત્રીના સમયે યાસીન વહોરાએ હોમગાર્ડ જવાનને માર માર્યો

વડોદરા નજીકના પાદરામાં યાસીન વહોરા નામના શખ્સનો ભારે ત્રાસ છે. નગરના લોકોને અવાર-નવાર તેની દાદારીગીનો કડવો અનુભવ થતો રહે છે. ક્યારેક તે ડોન બનવાનો અભરખો પુરો કરવા મારામારી પણ કરી દે છે. બને ત્યાં સુધી સામાન્યજન તેનાથી દુર રહેવાનું પસંદ કરે છે. તાજેતરમાં રાત્રીના સમયે યાસીન વહોરાએ પાદરામાં હોમગાર્ડ જવાનને માર માર્યો હોવાનું સામે આવ્યું છે. તે બાદ તેણે હોમગાર્ડ જવાનને પાડી દઇ, તેની છાતી પર બેસીને તેનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

પોલીસ જાપ્તામાં જોઇને લોકો અંદરખાને ખુશ

ઘટના અંગે બુમાબુમ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા, અને હોમગાર્ડ જવાનને વધુ માર ખાતા બચાવી લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ આ મામલે પાદરા પોલીસ મથકમાં ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. ફરિયાદની કાર્યવાહી શરૂ થતા જ પોલીસે ગણતરીના સમયમાં આરોપીને પકડી લીધો છે. અને તેને સાથે રાખીને ઘટના સ્થળે પંચનામું કરવામાં આવ્યું છે. જે વિસ્તારમાં યાસીન વોહરાને ડોન બનવાના અભરખા હતા, ત્યાં જ તેને પોલીસ જાપ્તામાં જોઇને લોકો અંદરખાને ખુશ થઇ રહ્યા છે. અને પોલીસ યાસીનને બરાબરનો પાઠ ભણાવે તેવો લોકોમાં ગણગણાટ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો --- VADODARA : લૂંટના ઇરાદે ખાનગી કંપનીના મેનેજરને બાનમાં લઇ ધૂલાઇ

Tags :
guardGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewshomeInvestigationJawanlocalmisbehavePadrapersonUnderwayVadodarawith
Next Article