Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : પતિનો ઠપકો લાગી આવતા પત્નીએ દવા ગટગટાવી

VADODARA : તહેવારના દિવસોમાં પતિએ પત્નીને તુ તા કરતા ટોક્યા હતા અને તેમ નહીં કરવા માટે ઠપકો આપ્યો હતો. આ વાત શિતલબેનને લાગી આવી
vadodara   પતિનો ઠપકો લાગી આવતા પત્નીએ દવા ગટગટાવી
Advertisement

VADODARA : તહેવારના દિવસોમાં પતિએ આપેલા ઠપકા અંગે લાગી આવતા પત્નીએ ઝેરી દવા ગટગટાવી દીધી હતી. જે બાદ પત્નીને સારવાર અર્થે વડોદરા (VADODARA) ની ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું સારવાર દરમિયાન નિધન થયું હતું. સમગ્ર મામલે પાદરા પોલીસ મથક (PADRA POLICE STATION) માં અક્સ્માતે મોતની નોંધ કરવામાં આવી છે. ત્યાર બાદ આ મામલાની તપાસ હેડ કોન્સ્ટેબલને સોંપવામાં આવી છે.

આવેશમાં આવીને ઝેરી દવા ગટગટાવી દીધી

વડોદરા પાસેના પાદરાના જાસપુર, હરીપુરા ગામે ગીરીશભાઇ ડાહ્યાભાઇ સોલંકી અને તેમના પત્ની શીતલબેન ગીરીશભાઇ સોલંકી રહેતા હતા. 1, નવેમ્બરના રોજ દિવાળીના દિવસે બંને વચ્ચે મજાક મસ્તી ચાલી રહી હતી. તેવામાં પતિએ પત્નીને તુ તા કરતા ટોક્યા હતા અને તેમ નહીં કરવા માટે ઠપકો આપ્યો હતો. આ વાત શિતલબેનને લાગી આવી હતી. જે બાદ તેમણે આવેશમાં આવીને ઝેરી દવા ગટગટાવી દીધી હતી.

Advertisement

મૃતકના પતિએ પાદરા પોલીસ મથકમાં જાણ કરી

આ ઘટના અંગે શિતલબેનના પતિને જાણ થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આમ, તહેવાર ટાણે પરિવારમાં શોક છવાયો હતો. સમગ્ર ઘટનાને પગલે મૃતકના પતિ ગીરીશભાઇ ડાહ્યાભાઇ સોલંકીએ પાદરા પોલીસ મથકમાં જાણ કરી હતી. તે બાદ આ મામલે પાદરા પોલીસ મથકમાં અકસ્માતે મોતની નોંધ દાખલ કરવામાં આવી હતી. આ નોંધ બાદ પાદરા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલને આ મામલાની વધુ તપાસ સોંપવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : મોડી રાત્રે પૂર ઝડપે જતી કાર પલટી, નબીરાઓ સામે ફરિયાદ

Tags :
Advertisement

.

×