Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : પારૂલ યુનિ.ની મેસમાં ચા-સેન્ડવીચ આરોગ્યા બાદ અનેકની તબિયત લથડી

VADODARA : પારૂલ યુનિ.ના શાકુંતલ ભવનમાં રહેતી વિદ્યાર્થીનીઓએ સવારે મેસમાં બ્રેડ સેન્ડવીચ અને ચા-કોફી તથા ટોમેટો સોસ આરોગ્યા હતા.
vadodara   પારૂલ યુનિ ની મેસમાં ચા સેન્ડવીચ આરોગ્યા બાદ અનેકની તબિયત લથડી
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) ગ્રામ્યમાં આવતા વાઘોડિયાની પારૂલ યુનિવર્સિટી (PARUL UNIVERSITY - VADODARA) ના મેસમાં ચા-સેન્ડવીચ આરોગ્યા બાદ અસંખ્યા વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી. ફૂડ પોઇઝનીંગ (FOOD POISONING - PARUL UNIVERSITY, VADODARA) ની અસર વર્તાતા 40 જેટલી છોકરીઓને ઝાડા-ઉલ્ટી થઇ હતી. બાદમાં તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર મળતા જ તમામની તબિયત સુધારા પર આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આખરે સમગ્ર મામલે ભક્તિબા નામની વિદ્યાર્થીનીએ વાઘોડિયા પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવી છે. જે બાદ પોલીસે દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

દોડધામ મચી જવા પામી

વડોદરા પાસે આવેલા વાઘોડિયામાં સૌથી મોટી ખાનગી યુનિવર્સિટી પારૂલ યુનિવર્સિટી આવેલી છે. અહિંયા દેશ-વિદેશથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવે છે. તાજેતરમાં પારૂલ યુનિ.ના શાકુંતલ ભવનમાં રહેતી વિદ્યાર્થીનીઓએ સવારે મેસમાં બ્રેડ સેન્ડવીચ અને ચા-કોફી તથા ટોમેટો સોસ આરોગ્યા હતા. ત્યાર બાદ અચાનક એક પછી એક 40 જેટલી વિદ્યાર્થીનીઓમાં ઝાડા-ઉલ્ટીની અસર જોવા મળી હતી. જેને પગલે દોડધામ મચી જવા પામી હતી.

Advertisement

વાઘોડિયા પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવી

ઘટના બાદ તુરંત તમામને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. સારવાર મળતા જ તબિયત સુધારા પર આવી ગઇ હોવાનું સુત્રોએ જણાવ્યું છે. આખરે ઉપરોક્ત મામલે ભક્તિબા નામની વિદ્યાર્થીનીએ વાઘોડિયા પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ સમગ્ર મામલાની તપાસ હેડ કોન્સ્ટેબલ લક્ષ્મણભાઇ જબરાભાઇને સોંપવામાં આવી છે. હવે આ તપાસના અંતે કોની બેદરકારી સામે આવે છે તે જોવું રહ્યું. અને બદરકારો સામે પારૂલ યુનિ. દ્વારા શું પગલાં ભરવામાં આવે છે તેના પર સૌ કોઇની નજર રહેશે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : SSG હોસ્પિટલમાં પુરૂષ શૌચાલયનો ઉપયોગ કરવા મહિલાઓ મજબુર

Tags :
Advertisement

.

×