Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ફૂટપાથ પરથી દારૂ વેચતા બુટલેગરને દબોચતી PCB

VADODARA : બાતમી મળતા જ ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી. ઘટના સ્થળે બાતમીથી મળતો શખ્સ જણાતા તેની અટકાયત કરાઇ
vadodara   ફૂટપાથ પરથી દારૂ વેચતા બુટલેગરને દબોચતી pcb
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) માં ગુનાખોરી ડામવા માટે પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ (VADODARA POLICE - PREVENTION OF CRIME BRANCH) ની ટીમો સતત વોચ રાખતી હોય છે. તેવામાં તાજેતરમાં ટીમને બાતમી મળી કે, મહેસાણા સર્કલ પાસે ફૂટપાથ પર બુટલેગર દ્વારા દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેના આધારે ટીમે રેડ કરી હતી. રેડમાં એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય બે ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઇ છે.

બાકીનો જથ્થો અવાવરૂ જગ્યાએ સંતાડીને રાખ્યો છે

વડોદરા પોલીસની પ્રિવેન્શન ઓફ ક્રાઇમબ્રાન્ચ (PCB - VADODARA) ની ટીમો દ્વારા પ્રોહીબીશન, જુગાર તથા અન્ય ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ નાબુદ કરવા માટે સતત વોચ લાખવામાં આવતી હોય છે. તાજેતરમાં પીસીબીના હેડ કોન્સ્ટેબલને બાતમી મળી કે, મુળ બોરખેડા, દાહોદને રમેશભાઇ માળી હાલમાં નિઝામપુરા વિસ્તારમાં આવેલા મહેસાણા સર્કલ પાસેના ફૂટપાથ પર ઇંગ્લીશ દારૂનું વેચાણ કરી રહ્યો છે. અને તેણે બાકીનો જથ્થો અવાવરૂ જગ્યાએ સંતાડીને રાખ્યો છે.

Advertisement

પ્રોહીબીશન એક્ટ અંતર્ગતનો ગુનો નોંધવામાં આવ્યો

બાતમી મળતા જ ટીમ તુરંત ઘટના સ્થળે રેડ કરવા પહોંચી હતી. ઘટના સ્થળે બાતમીથી મળતો આવતો શખ્સ જણાતા તેની અટકાયત કરવામાં આવી હતી. અને તેની ફતેગંજ પોલીસ મથકમાં પ્રોહીબીશન એક્ટ અંતર્ગતનો ગુનો નોંધવામાં આવ્યો છે.

Advertisement

કપિલ અને ઇરફાન રાઠોડ વોન્ટેડ જાહેર

ઉપરોક્ત કાર્યવાહીમાં નરેશભાઇ રમેશભાઇ માવી (રહે. બોરખેડા, લબાના ફળિયુ, દાહોદ) ની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે કપિલ અને ઇરફાન રાઠોડને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. સાથે જ રૂ. 63 હજારથી કિંમતા વિદેશી દારૂ મળીને કુલ રૂ. 73 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પીસીબીની કાર્યવાહીને પગલે સ્થાનિક ફતેગંજ પોલીસ ઉંઘતી ઝડપાઇ છે.

આ પણ વાંચો -- VADODARA : પૂર સહાયના રૂપિયા આવ્યાનું જણાવી ઠગાઇ, રીક્ષા ચાલકે જણસ ગુમાવી

Tags :
Advertisement

.

×