Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ફાર્મા મટીરીયલ લીધા બાદ રૂ. 5.13 કરોડનો ચૂનો ચોપડ્યો

VADODARA : ફેબ્રુઆરી - 2024 થી જુન - 2024 સુધીમાં આ માલ આપવામાં આવ્યો હતો. માલની ગુણવત્તા તથા જથ્થા અંગે કોઇ વાંધો કે તકરાર ન્હતો
vadodara   ફાર્મા મટીરીયલ લીધા બાદ રૂ  5 13 કરોડનો ચૂનો ચોપડ્યો
Advertisement

VADODARA : વડોદરાની ફાર્મા મટીરીયલના ટ્રેડીંગ સાથે સંકળાયેલા કંપની દ્વારા અમદાવાદની પ્રોપરાઇટર કંપનીને કરોડો રૂપિયાનો માલ વેચવામાં આવ્યો હતો. શરૂઆતમાં પૈસાની ચૂકવણી સમયસર કરવામાં આવતી હતી. બાદમાં તે અનિયમીત થઇ હતી. આ અંગે અમદાવાદની કંપનીના સંચાલિકાને જાણ કરતા તેમણે સમજુતી કરાર કર્યો હતો. તે બાદ પણ તેમણે આપેલા ચેક બાઉન્સ થતા આખરે મામલો પોલીસ મથક પહોંચ્યો છે. અને મહિલા સામે રૂ. 5.13 કરોડની ઠગાઇની ફરિયાદ નોંધવામાં આવી છે. આરોપી સામેની તપાસમાં ધ્યાને આવ્યું કે, તેઓ આ પ્રકારે છેતરપિંડી કરવા ટેવાયેલા છે. અને અગાઉ પણ તેમની સામે 4 જેટલા ગુના નોંધાઇ ચૂક્યા છે. (PHARMA MATERIAL FRAUD - VADODARA TALUKA POLICE STATION)

કુલ રૂ. 11 કરોડની કિંમતના અલગ અલગ ફાર્મા મટીરીયલ આપ્યું

વડોદરા તાલુકા પોલીસ મથકમાં હર્ષદભાઇ શિવાભાઇ સોલંકી (રહે. બીલ ગામ, વડોદરા) દ્વારા ડી. એમ. કોર્પોરેશનના પ્રોપ્રરાઇટર શિતલબેન ગોપાલભાઇ પંચાલ (રહે. સુમેલ - 6, જ્યુપીટલ મીલ કમ્પાઉન્ડ, દુધેશ્વર રોડ, અમદાવાદ) સામે ફરિયાદ દાખલ કરવા માટે અરજી કરી હતી. ફરિયાદી નીયોન ટેક્નોલોજી કંપનીમાં ભાગીદાર છે. તેમની ફર્મ ફાર્માસ્યુટીકલ્સ રો-મટીરીયલ્સ સંબંધી કામ કરે છે. તેમની કંપનીમાં ચાર ભાગીદાર છે. ફરિયાદીની કંપની દ્વારા બ્રોકર સાથે મળીને કુલ રૂ. 11 કરોડની કિંમતના અલગ અલગ ફાર્મા મટીરીયલ આપ્યું હતું. ફેબ્રુઆરી - 2024 થી જુન - 2024 સુધીમાં આ માલ આપવામાં આવ્યો હતો. તેમને મોકલેલા માલની ગુણવત્તા તથા જથ્થા અંગે કોઇ વાંધો કે તકરાર સામે આવી ન્હતી.

Advertisement

બાદમાં બંને વચ્ચે સમજુતી કરાર થયા

આરોપી શિતલ પંચાલ દ્વારા શરૂઆતના સમયમાં નિયમીત પેમેન્ટ કરવામાં આવતું હતું. ત્યાર બાદ તેઓ પેમેન્ટ આપતા ન્હતા. માત્ર પેમેન્ટ અંગેના વાયદાઓ જ આપ્યા કરતા હતા. તેમણે આપેલા ચેકો પણ રીટર્ન થઇ ગયા હતા. બાદમાં બંને વચ્ચે સમજુતી કરાર થયા હતા. તેમાં 11 અલગ-અલગ ચેકો આપવામાં આવ્યા હતા. તે પૈકી એક પણ ચેક ફરિયાદીના ખાતામાં જમા થયો નથી. તમામ ચેક રીટર્ન થયા છે. બાદમાં શિતલ પંચાલની વધુ તપાસ કરતા તેમની સામે અમદાવાદ, ડીસીબી પોલીસ મથક, સુરત, કિમ પોલીસ મથક, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના મળીને 4 કેસો નોંધાયેલા છે. આખરે ફરિયાદીની અરજીના આખરે શિતલબેન ગોપાલભાઇ પંચાલ (રહે. સુમેલ - 6, જ્યુપીટલ મીલ કમ્પાઉન્ડ, દુધેશ્વર રોડ, અમદાવાદ) સામે રૂ. 5.13 કરોડની છેતરપીંડિનો મામલો નોંધાયો છે. જે બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : ટ્રાફીક સેફ્ટી માસમાં ચાલુ વાહને ફોન પર વાતો કરનારા વધુ દંડાયા

Tags :
Advertisement

.

×