VADODARA : સગીર દિકરી જોડે અડપલાં કરનાર PhD ડોક્ટર જેલભેગો
VADODARA : વડોદરા ગ્રામ્યમાં આવેલા કપુરાઇ-ડભોઇ રોડ પરના પાર્ટી પ્લોટમાં આયોજિત લગ્નપ્રસંગમાં સુરતથી પીએચડી ડોક્ટર થયેલા યુવકે સગીર દિકરીને એકાંતમાં લઇ જઇને તેની જોડે અડપલાં કર્યા (PhD DOCTOR MISBEHAVE WITH UNDERAGE GIRL - VADODARA) હતા. આ ઘટના બાદ દિકરીને ગુપ્તાંગમાં પીડા ઉપડતા માતાને ઘટના વર્ણવી હતી. બાદમાં માતાએ દુષ્કૃત્ય કરનાર શખ્સ વિશે પુછતા તે કંઇ બોલી શકી ન્હતી. આખરે દિકરીએ ફોટોમાંથી નરાધમને ઓળખી કાઢ્યો હતો. જે બાદ મામલો વરણામાં પોલીસ મથક પહોંચ્યો હતો. પોલીસે આરોપીને દબોચી લઇને તેને જેલ હવાલે કરી દીધો છે.
ગરબામાં ડો. પીયુષ પરિવારની 4 વર્ષની દિકરીને રમાડવા લઇ ગયો
હાલમાં સુરતના મંદિરમાં પરિવાર સાથે રહેતા અને કર્મકાંડ સાથે જોડાયેલા પરિવારના મિત્ર પીએચડી ડો. પીયુષ સુરેશભાઇ અંજારીયા (રહે. ઓલપાડ રોડ, કતારગામ, સુરત) જોડે જુના સંબંધો હતા. જેથી પરિવારમાં લગ્ન હોવાથી તેને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેને માન આપીને ડો. પીયુષ વડોદરાના કપુરાઇ-ડભોઇ રોડ પર આવેલા પાર્ટી પ્લોટમાં આવ્યો હતો. પ્રસંગમાં ગરબામાં ડો. પીયુષ પરિવારની 4 વર્ષની દિકરીને રમાડવા લઇ ગયો હતો. દરમિયાન તેણે તેની જોડે અડપલાં કર્યા હતા. તે સમયે દિકરી કોઇ અવાજ ના કરે તે માટે તેણે તેનું મોઢું જોરથી દબાવી દીધું હતું.
પરિવરના પગ નીચેથી જમીન ખસી ગઇ હોય તેવો ચોંકાવનારો ખુલાસો થયો
ઉપરોક્ત ઘટના અંગે જે તે સમયે પરિવાર અજાણ હતો. પ્રસંગ પત્યા બાદ પરિવાર સુરત આવી ગયો હતો. જે બાદ દિકરીને ગુપ્તાંગમાં પીડા ઉપડતા તેણે માતાને જાણ કરી હતી. ત્યાર બાદ માતાએ તેને પુછતા કોઇ અઘટિત ઘટના ઘટી હોવાની આશંકા જાગી હતી. ત્યાર બાદ માતાએ તેને પટાવીને પુછતા તેણે ઘટના વર્ણવી હતી. જેથી પરિવરના પગ નીચેથી જમીન ખસી ગઇ હોય તેવો ચોંકાવનારો ખુલાસો થયો હતો. આવું દુષ્કૃત્ય કરનાર શખ્સ વિશે દિકરી કોઇ વર્ણન આપી શકી ન્હતી. જેથી માતાએ લગ્ન પ્રસંગના ફોટો બતાવ્યા હતા. એક પછી એક ફોટો દિકરીની નજર સામેથી પસાર થઇ રહ્યા હતા.
આરોપી પીયુષ અપરિણીત છે
તેવામાં નરાધમ ડો. પીયુષ અંજારીયાની તસ્વીર આવતા તેણે તુરંત અણગમો વ્યક્ત કર્યો હતો. જે બાદ પરિવારે સુરતના સંબંધિત પોલીસ મથકમાં જાણ કરી હતી. આ ઘટના વડોદરાની હોવાથી વડોદરા ગ્રામ્યના વરણામાં પોલીસ મથકમાં તેને ટ્રાન્સફર કરવામાં આવી છે. આ મામલે બાળકી જોડે ખોટું કામ કરનાર ડો. પીયુષ અંજારીયાને દબોચીને જેલ હવાલે કરી દેવામાં આવ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર, આરોપી પીયુષ અપરિણીત છે, અને ટ્યુશન ચલાવે છે.
આ પણ વાંચો --- Surat : અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણીયા અને મનહર પટેલે નશાના દૂષણ અંગે આપી પ્રતિક્રિયા


