VADODARA : રસ્તામાં ભૂંડ આડુ આવતા અકસ્માતે યુવકનું મોત, ગુનો નોંધાયો
VADODARA : વડોદરા શહેર જિલ્લા (VADODARA CITY - DISTRICT) ને કેટલ ફ્રી બનાવવાનું સ્વપ્ન માત્ર કાગળ પર જ હોય તેમ લાગી રહ્યું છે. રખડતા પશુઓ એક પછી એક અકસ્માતનું કારણ બની રહ્યા છે. તાજેતરમાં વડોદરા ગ્રામ્યમાં આવતા ડેસર પોલીસ મથક (DESAR POLICE STATION - VADODARA RURAL) ની હદમાં બાઇક પર નોકરીએ જતા યુવકની આડે ભૂંડ આવી ગયું હતું. જેને પગલે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ ઘટનામાં સારવાર દરમિયાન યુવકે દમ તોડ્યો હતો. આખરે આ મામલે ડેસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
અજાણ્યા શખ્સે ફોન કર્યો
ડેસર પોલીસ મથકમાં ખુમાનસિંહ જશવંતસિંહ પરમારએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ ડેસરમાં પોતાના પરિવાર સાથે રહે છે. પિતા ખેડૂત છે. 18, જાન્યુઆરીના રોજ સવારે 6 વાગ્યે તેઓ ઘરે હતા. દરમિયાન કૌટુંબિક મોટા ભાઇ જયેન્દ્રસિંહ પોતાની બાઇક લઇને કંપનીમાં નોકરીએ જવા માટે નીકળ્યા હતા. જે બાદ અજાણ્યા શખ્સે ફોન કરીને જણાવ્યું કે, વેજપુર વચ્ચે વસાહત પાસે મોબાઇલ ધરાવતી વ્યક્તિ રોડ પર ભૂંડ આવી જવાના કારણે સ્લીપ થવાના કારણે ઇજાગ્રસ્ત થયા છે. જે બાદ તેઓ તુરંત ઘટના સ્થળે જવા નીકળ્યા હતા.
સારવાર દરમિયાન મોત નિપજ્યું
દરમિયાન કંપનીની ગાડીમાં ઇજાગ્રસ્તને હોસ્પિટલે લઇ જવામાં આવ્યો હતો. ઘટના સમયે તેઓ બેભાન હતા. નજીકના દવાખાને સારવાર અપ્યા બાદ ઇજાગ્રસ્તને વધુ સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે. આખરે ઉપરોક્ત મામલે બેફિકરાઈ ભરી રીતે વાહન ચલાવવા બદલ જયેન્દ્રસિંહ જશવંતસિંહ પરમાર સામે ડેસર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
આ પણ વાંચો --- VADODARA : પ્રેમીકાને મળવા ગયેલા પરિણીત યુવકનો મૃતદેહ મળ્યો


