Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : વડાપ્રધાન મોદી વડોદરાવાસીઓને આપશે મોટી ભેટ

VADODARA : હાલ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી (PM NARENDRA MODI IN GUJARAT) ગુજરાતની મુલાકાતે છે. તેમની મુલાકાત દરમિયાન તેઓ હજારો કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ તથા ખાતમૂહુર્ત કરનાર છે. ત્યારે વડાપ્રધાન દ્વારા વડોદરાવાસીઓને પણ મોટી ભેંટ મળવા જઇ રહી છે. વડોદરાવાસીઓ માટે...
vadodara   વડાપ્રધાન મોદી વડોદરાવાસીઓને આપશે મોટી ભેટ
Advertisement

VADODARA : હાલ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી (PM NARENDRA MODI IN GUJARAT) ગુજરાતની મુલાકાતે છે. તેમની મુલાકાત દરમિયાન તેઓ હજારો કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ તથા ખાતમૂહુર્ત કરનાર છે. ત્યારે વડાપ્રધાન દ્વારા વડોદરાવાસીઓને પણ મોટી ભેંટ મળવા જઇ રહી છે. વડોદરાવાસીઓ માટે આવાસ અને દુકાનોનું લોકાર્પણ કરવામાં આવનાર છે. આજે બપોરે ત્રણ કલાકે આ કાર્યક્રમ નિર્ધારિત કરવામાં આવ્યો છે.

Advertisement

અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ કરી ચુક્યા છે

દેશના વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે (PM NARENDRA MODI IN GUJARAT) આવે ત્યારે લોકોને અવશ્ય વિકાસકાર્યોની ભેંટ મળતી હોય છે. ગતરોજથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતની મુલાકાતે છે. અત્યાર સુધીમાં તેઓ અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ કરી ચુક્યા છે. ત્યારે વડાપ્રધાનની મુલાકાત દરમિયાન વડોદરાને પણ મોટી ભેંટ મળવા જઇ રહી છે.

Advertisement

જીએમડીસી ગ્રાઉન્ડ, અમદાવાદ ખાતેથી લોકાર્પણ

આજે બપોરે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે રૂ. 10 હજાર કરોડથી વધુના વિકાસલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમૂહુર્તના કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગોત્રી - ટીપી - 60, એફ પી 189 ખાતે પાલિકા દ્વારા રૂ. 24.41 કરોડના ખર્ચે નિર્માણ પામેલા 353 આવાસો તથા 12 દુકાનોનું લોકાર્પણ જીએમડીસી ગ્રાઉન્ડ, અમદાવાદ ખાતેથી કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સંદર્ભે વડોદરા પાલિકા દ્વારા બપોરે ત્રણ કલાકે પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો, ટીપી - 60, ગોત્રી તળાવ પાસે, વડોદરા કાર્યક્રમ રાખ્યો છે. જેમાં મુખ્ય અતિથિ તરીકે વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોશી રહેશે. જ્યારે અતિથિ વિશેષ તરીકે ધારાસભ્યો તથા પાલિકાના પદાધિકારાઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહેનાર છે.

આ પણ વાંચો -- ‘21 મી સદીના ઇતિહાસમાં ભારતની સોલાર ક્રાંતિનો અધ્યાય સોનેરી અક્ષરે લખાશે’ RE-INVEST સમિટ PM મોદીનું સંબોધન

Tags :
Advertisement

.

×