VADODARA : "વડોદરા સિવિલ એવિએશનનું મોટુ હબ બનશે, MSME ને વેગ મળશે" - PM મોદી
VADODARA : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી (PM NARENDRA MODI) એ ટાટા એરબસ પ્લાન્ટના ઉદ્ધાટન પ્રસંગે તેમના સંબોધનમાં જણાવ્યું કે, નમસ્કાર, ઉયીનોસ દિયાસ, મારા મિત્ર પેડ્રો સાંચેઝની પહેલી ભારત યાત્રા છે. તેઓ આજથી ભારત અને સ્પેનની પાર્ટનરશીપરને નવી દિશા આપી રહ્યા છે. સી 295 એરક્રાફ્ટ પ્રોડક્શનની ફેક્ટરીનો શુભારંભ થઇ રહ્યો છે. આ ફેક્ટરી બંને દેશોના સંબંધોને મજબુત બનાવવાની સાથે મેક ઇન ઇન્ડિયા મેક ફોર ધ વર્લ્ડ મીશનને મજબુત કરશે.
સી 295 ની ફેક્ટરી નવા ભારતના નવા વર્ક કલ્ચરને દર્શાવે છે
તેમણે જણાવ્યું કે, એરબસ અને ટાટાની ટીમને ખુબ શુભકામનાઓ. થોડાક સમય પહેલા આપણે રતન ટાટાને ગુમાવ્યા છે. તેઓ આજે આપણી વચ્ચે હોત તો કદાય સર્વાધિક ખુશી તેમને મળતી. તેમની આત્મા જ્યાં પણ હશે, ત્યાં તેઓ પ્રસન્નતા અનુભવતા હશે. સી 295 ની ફેક્ટરી નવા ભારતના નવા વર્ક કલ્ચરને દર્શાવે છે. આઇડીયાથી લઇને અમલીકરણ માટે ભારત ઝડપથી કામ કરી રહ્યું છે. તે દેખાય છે. બે વર્ષ પહેલા નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. આજે ઓક્ટોબરમાં જ કંપની પ્રોડક્શન માટે તૈયાર છે. મારો હંમેશાથી ફોકસ રહ્યું છે પ્લાનીંગ અને એક્ઝીક્યુશનમાં મોડું ના થાય. હું ગુજરાતનો સીએમ હતો ત્યારે વડોદરામાં ટ્રેન કોચ બનાવવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ફેક્ટરી રેકોર્ડ સમયમાં તૈયાર થઇ હતી. આ તેમાં બનેલા કોચ બીજા દેશોમાં જાય છે.
10 વર્ષ પહેલા નક્કર નિર્ણયો લેવામાં આવ્યા
વધુમાં જણાવ્યું કે, ભવિષ્યમાં એરક્રાફ્ટમાં બનેલા વિમાન બીજા દેશોમાં એક્સપોર્ટ માટે જશે. મિત્રો સ્પેનીસ કવી એન્ટોનીયો મચાઝોએ લખ્યું કે, લક્ષ સુધી પહોંચવા માટે પહેલુ કદમ ઉઠાવીએ તેમ રસ્તો જાતે જ બનતો જાય છે. આજે તમે જુઓ ભારતમાં ડિફેન્સ મેન્યુફેક્ચરીંગ ઇકોસિસ્ટમ નવી ઉંચાઇ પર જઇ રહ્યું છે. 10 વર્ષ પહેલા નક્કર નિર્ણયો લેવામાં આવ્યા હતા. ત્યારે કોઇ કલ્પના પણ કરી શક્તું નહ્તું કે, ભારતમાં આટલી મોટી રીતે ડિફેન્સ મેન્યુફેક્ચરીંગ થઇ શકે છે. તે સમયે ઇમ્પોર્ટની ઓળખ અને પ્રાથમિકતા હતી. અમે નવા રસ્તાઓ પસંદ કર્યા અને તેના પરિણામો આપણી સામે છે. કોઇ પણ શક્યતાને તબદીલ કરવા માટે સાચો પ્લાન અને પાર્ટનરશીટ જરૂરી છે. ડિફેન્સ સેક્ટરનું કાયાકલ્પ તેનું ઉદાહરણ છે. વિતેલા દસકોમાં તેવા નિર્ણયો લેવામાં આવ્યા જેમાંથી ડિફેન્સ ઇન્ડસ્ટ્રીનો વિકાસ થયો. અમે ખાનગી કંપનીઓની ભાગીદારીનો વિસ્તૃત કરી. ઓર્ડીનન્સ ફેક્ટરીને 7 કંપનીમાં બદલી, મોટી કંપનીઓને સશક્ત કરી. યુપી અને તમિલડાનું માં બે ડિફેન્સ કોરીડોર બનાવ્યા. તેણે ડિફેન્સ સેક્ટરને નવી ઉર્જાથી ભરી દીધા,
18 હજાર પાર્ટનું મેન્યુફેક્ચરીંગ થશે
તેમણે જણાવ્યું કે, વિતેલા 5 વર્ષોમાં 1 હજાર નવા ડિફેન્સ સ્ટાર્ટ અપ બન્યા છે. એક્સપોર્ટ 30 ઘણું વધ્યું છે. આજે આપણે 100 થી વધુ દેશોને ડિફેન્સનો સામાન મોકલી રહ્યા છે. આજે આપણે ભારતમાં સ્કીલ અને જોબ ક્રિએશન પર ફોકસ કરી રહ્યા છે. આ ફેક્ટરીથી ભારતમાં હજારો રોજગારનું નિર્ણામ થશે. આ પ્રોજેક્ટથી એરક્રાફ્ટનું 18 હજાર પાર્ટનું મેન્યુફેક્ચરીંગ થશે. દેશના ખુણે ખુણે તે બનશે. એમએસએમઇ તેને બનાવશે. આપણે આજે પણ દુનિયાની મોટી એરક્રાફ્ટ કંપનીઓ માટે પાર્ટના સપ્લાયર છીએ. આજના કાર્યક્રમને હું મેન્યુફેક્ચરીંગથી આગળ જોઇ રહ્યો છું. આપણે વિતેલા દશકમાં એવીયેસન સેક્ટરમાં બદલાવ જોયો છે.
કંપની બીજા કોઇને ઓર્ડર નહીં લઇ શકે
તેમણે ઉમેર્યું કે, આપણે દેશના સેંકડો નાના શહેરો સુધી એર કનેક્ટીવીટી પહોંચાડી રહ્યા છીએ. અમે પહેલેથી એવીએશનનું હબ બનાવવા માટે કામ કરી રહ્યા છે. ભવિષ્યમાં મેડ ઇન ઇન્ડિયા સિવિલ એર ક્રાફ્ટ બનાવશે. ભારતે 1200 નવા એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો છે. કંપની બીજા કોઇને ઓર્ડર નહીં લઇ શકે. ભવિષ્યમાં સિવિલ એરક્રાફ્ટની ડિઝાઇનથી લઇને બનાવવામાં આ કંપનીનું મોટું યોગદાન રહેશે. વડોદરા એક કેટલીસ્ટ રીતે કામ કરસે. વડોદરા એમએસએમઇનું સ્ટ્રોંગ છે. અહિંયા ગતિશક્તિ યુનિ છે જે વિવિધ એક્સપર્ટ તૈયાર કરી રહ્યું છે. વડોદરામાં વિવિધ ક્ષેત્રની કંપનીઓ આવેલી છે. આ ક્ષેત્ર એવિયેશન મેન્યુફેક્ચરીંગનું મોટુ હબ બનવા જઇ રહ્યું છે. આજે હું ગુજરાત સરકાર અને તેમની ટીમને તેમની નવી નિતિઓ નિર્ણયો માટે સરાહના કરું છું.
ગઇ કાલે જે મેચ થઇ તેની ચર્ચા ભારતમાં પણ થઇ હતી
વડોદરા અંગે વાત કરતા તેમણે કહ્યું કે, વડોદરાની અન્ય એક ખાસ વાત છે. તે ભારતનું મહત્વપૂર્ણ સાંસ્કૃતિક નગરી છે. આજે સ્પેનના તમામ સાથીઓનું હું આવકારું છું. ભારત અને સ્પેન વચ્ચે કલ્ચરલ કનેક્ટનું અનેક મહત્વ છે. ફાધર વાલેસનું અનોખું જોડાણ છે. તેમના પુસ્તકો સમૃદ્ધ વિરાસત છે. મેં જાણ્યું કે, સ્પેનમાં યોગ પોપ્યુલર છે. સ્પેનના ફૂટબોલને ભારતમાં પસંદ કરવામાં આવે છે. ગઇ કાલે જે મેચ થઇ તેની ચર્ચા ભારતમાં પણ થઇ હતી. બાર્સેલોનાની જીત અહિંયા પણ ચર્ચામાં રહી હતી. હું તમને ગેરંટી સાથે કહી શકું કે બંનેના ફેન્સમાં ભારતમાં પણ તેટલી જ નોકઝોક થઇ જેટલી સ્પેનમાં થાય છે. ફૂડ, ફિલ્મસ અને ફૂડબોલમાં મજબુત જોડાણ છે. ભારત - સ્પેનને 2026 માં કલ્ચર અને એઆઇ થીમ પર ઉજવાશે. બંને દેસોના સંબંધ બહુ આયામી અને વાઇબ્રન્ટ છે. આજનો ઇવેન્ટ ભારત અને સ્પેન વચ્ચે જોઇન્ટ કોલાબોરેશનના અનેક પ્રોજેક્ટ માટે રસ્તા ખોલશે.
આ પણ વાંચો -- VADODARA : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ-શો અનેક આકર્ષણોથી ભરપૂર


