Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : "G-20 સમિટમાં તમારી ખોટ સાલી હતી, દિપાવલી સમયે સ્વાગતનું સૌભાગ્ય મળ્યું" - PM મોદી

VADODARA : દિપાવલી, પ્રકાશ, ઉત્સાહ, ઉલ્લાસ, ઉર્જા અને નવા પ્રારંભનું પ્રતિક છે. તમારી યાત્રાથી આપણા વચ્ચે નવી ઉર્જાનો સંચાર થયો છે - મોદી
vadodara    g 20 સમિટમાં તમારી ખોટ સાલી હતી  દિપાવલી સમયે સ્વાગતનું સૌભાગ્ય મળ્યું    pm મોદી
Advertisement

VADODARA : ટાટા એરબસ એસેમ્બલી પ્લાન્ટ (TATA AIRBUS ASSEMBLY PLANT (C-295) - VADODARA) નું ઉદ્ધાટન કર્યા બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી (PM NARENDRA BHAI MODI) અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ (SPAIN PM PEDRO SANCHEZ) રાજવી પરિવારના લક્ષ્મી વિલાસ પેલેસ પહોંચ્યા હતા. અહિંયા બંને દેશોના ડેલીગેટ્સ વચ્ચે દ્વિપક્ષીય વાર્તાલાપ યોજાયો હતો. અને બંને દેશો વચ્ચે મહત્વના કરાર પર એમઓયુ પણ કરવામાં આવનાર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

શરૂઆતમાં વડોદરા મારી કોન્સ્ટીટ્યુઅન્સી રહી હતી

આ તરે સ્પેનના વડાપ્રધાન (SPAIN PM PEDRO SANCHEZ) ને સંબોધીને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી (PM NARENDRA BHAI MODI) એ કહ્યું કે, મને એક વાત યાદ આવી રહી છે. વિતેલા વર્ષે જી 20 સમિટમાં અમે બધાયે તમારી ખોટ સાલી હતી. મને ઘણી ખુશી છે, ભારતમાં દિપાવલી પર્વ સમયે મને તમારૂ સ્વાગત કરવાનું અવસર પ્રાપ્ત થયું છે. હું વડોદરામાં તમારૂ સ્વાગત કરી રહ્યો છે, અહિંયાથી હું પહેલી વખત સાંસદ તરીકે ચૂંટાયો હતો. અને બાદમાં વડાપ્રધાન બન્યો હતો. શરૂઆતમાં વડોદરા મારી કોન્સ્ટીટ્યુઅન્સી રહી હતી. અન્ય એક વિશેષતા છે કે, તમે મારા હોમ સ્ટેટ ગુજરાતમાં આવ્યા છો. એટલા માટે નહીં કે આ મારૂ હોમ સ્ટેટ છે. પણ ગુજરાતને તહેવાર અને ઉત્સવોની ધરતી માનવામાં આવે છે.

Advertisement

લોકતંત્રમાં વિશ્વાસ આપણને જોડે છે

વધુમાં તેમણે જણાવ્યું કે, દિપાવલી, પ્રકાશ, ઉત્સાહ, ઉલ્લાસ, ઉર્જા અને નવા પ્રારંભનું પ્રતિક છે. તમારી યાત્રાથી આપણા વચ્ચે નવી ઉર્જાનો સંચાર થયો છે. આજે સી 295 ના ઉદ્ધાટન સાથે નવા અધ્યાયની શરૂઆત થઇ છે. આપણી સાજેદારી સદીઓ જુની છે. લોકતંત્રમાં વિશ્વાસ આપણને જોડે છે. ઇકોનોમી, ડિફેન્સ, આઇટી, સાયન્સ એન્ડ ટેક્નોલોજી સહિતના ક્ષેત્રે આપણો મજબુત સહયોગ છે. આપણે બંને વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિ પર ફોકસ કરીએ છીએ. ભારતીય ટેલેન્ટ સ્પેનના ગ્રીન પ્રોજેક્ટમાં યોગદાન આપી રહ્યું છે. ભારતે સ્પેનમાં નવું કોન્સ્યુલેટ ખોલ્યું છે. બેંગલુરૂમાં નવા કોન્સ્યુલેટ ખોલવાનું અમે સ્વાગત કરીએ છીએ. તમારી અને તમારા ડેલિગેશનનું હ્રદયથી સ્વાગત કરું છું.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : "વડોદરા સિવિલ એવિએશનનું મોટુ હબ બનશે, MSME ને વેગ મળશે" - PM મોદી

Tags :
Advertisement

.

×