Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ઘરફોડ સહિત અનેક ગુના આચરતી સિક્લીગર ગેંગ સામે ગુજસીટોકનો ગુનો દાખલ

VADODARA : એકતા નગરમાં રહેતો મુખ્ય આરોપી જોગીંદરસિંગ સંતોકસિંગ સિકલીગરે અન્ય આરોપીઓ સાથે મળીને સિક્લીગર ગેંગ બનાવી હોવાનું ધ્યાને આવ્યું
vadodara   ઘરફોડ સહિત અનેક ગુના આચરતી સિક્લીગર ગેંગ સામે ગુજસીટોકનો ગુનો દાખલ
Advertisement

VADODARA : વડોદરા શહેર-જિલ્લા સહિત અનેક જગ્યાએ ઘરફોડ ચોરી, ચેઇન સ્નેચીંગ, લૂંટ, ખૂન, ખૂનની કોશિષ, રાયોટીંગ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા સિકલીગર ગેંગના 17 આરોપીઓ વિરૂદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બપોદ પોલીસે 17 પૈકી 10 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર મામલે ડીસીપી પન્ના મોમાયા દ્વારા મીડિયાને માહિતી આપવામાં આવી હતી. (VADODARA POLICE BOOKED SIKLIGAR GANG UNDER GUJCTOC ACT)

ગેંગ દ્વારા વિતેલા 10 વર્ષમાં 198 ગુનાઓ આચરવામાં આવ્યા

શહેરમાં અલગ અલગ ગુનામાં સંડોવાયેલી ટોળકી પર પોલીસ દ્વારા નજર રાખવામાં આવે છે. પોલીસના પ્રોજેક્ટ મેન્ટર અંતર્ગત આ દેખરેખ રાખવામાં આવે છે. દરમિયાન વડોદરા શહેર - જિલ્લા તથા અન્ય જિલ્લાઓમાં ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી ટોળકીની માહિતી એકત્ર કરવામાં આવી હતી. જેમાં આજવા રોડ પર આવેલા એકતા નગરમાં રહેતો મુખ્ય આરોપી જોગીંદરસિંગ સંતોકસિંગ સિકલીગરે અન્ય આરોપીઓ સાથે મળીને સિક્લીગર ગેંગ બનાવી હોવાનું ધ્યાને આવ્યું હતું. આ ગેંગ દ્વારા વિતેલા 10 વર્ષમાં એકલા અથવા તો ભેગા મળીને ગંભીર ગુનાઓ આચર્યા છે. આ ગેંગ દ્વારા વિતેલા 10 વર્ષમાં 198 ગુનાઓ આચરવામાં આવ્યા છે.

Advertisement

ચાર આરોપીઓને પકડવાના બાકી

ગેંગના કેટલાક માથાભારે સામે પાસા અને તડીપારની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. છતાં તેઓ ગુનાહિત પ્રવૃત્તિ ચાલુ રાખી હતી. સમગ્ર મામલે ડીસીપી પન્ના મોમાયાએ મીડિયાને જણાવ્યું કે, કુલ 17 આરોપીઓ સામે ગુજસીટોક અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જે પૈકી 10 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે, ત્રણ આરોપીઓ જેલમાં છે, અને ચાર આરોપીઓને પકડવાના બાકી છે.

Advertisement

ગુજસીટોક અંતર્ગત નીચે મુજબના આરોપીઓ સામે કાર્યવાહી કરાઇ

રાજવીરસિંગ ઉર્ફે રાજીન્દરસિંગ ઉર્ફે રાજી માનસીંક ટાંક - 64 કેસ
કલ્લુસિંગ માયાસિંગ બાવરી - 28 કેસ
વિજેન્દ્રસિંગ રાજુસિંગ તિલપીતીયા - 24 કેસ
જોહરસિંગ દિલીપસિંગ સિક્લીગર - 30 કેસ
બલજીતસિંગ લોહરસિંગ બાવરી - 18 કેસ
મહેન્દ્રસિંગ દિલીપસિંગ બાવરી - 13 કેસ
રાજેન્દ્રસિંગ રાજુસિંગ તિલપીતીયા - 18 કેસ
જશુસિંહ રાણાસિંહ સિક્લીગર - 5 કેસ
રઘબીરસિંગ ધનસિંગ સિક્લીગર - 10 કેસ
જશપાલસિંગ ગુરૂમુખસિંગ સિક્લીગર - 2 કેસ

જેલવાસ ભોગવતા આરોપીઓ

શેરૂસિંગ ચાતરસિંગ સિક્લીગર - 34 કેસ
કરમાસિંગ જીવણસિંગ દુધાણી - 17 કેસ
સન્નીસિંગ રાજેશસિંગ ટાંક - 9 કેસ

પકડવાના બાકી આરોપીઓ

જોગીંદરસિંગ સંતોકસિંગ સિક્લીગર - 64 કેસ
કબીરસિંગ જોગીંદરસિંગ સિક્લીગર - 16 કેસ
ગુરૂચરણસિંગ ચતરસિંગ સિક્લીગર - 15 કેસ
ચંદનસિંગ જીવનસિંગ દુધાણી - 24 કેસ

આ પણ વાંચો --- Amreli : જલારામ બાપા વિશે વિવાદિત ટિપ્પણી મુદ્દે દિલીપ સંઘાણીની આકરી પ્રતિક્રિયા!

Tags :
Advertisement

.

×