VADODARA : ગુનાખોરી ડામવા માટે અસરકારક પોલીસનો "મેન્ટર પ્રોજેક્ટ", જાણો વિગતવાર
VADODARA : આજરોજ વડોદરા શહેર પોલીસ કમિશનર (VADODARA CITY POLICE COMMISSIONER - NARASIMHA KOMAR, IPS) દ્વારા મેન્ટર પ્રોજેક્ટ (MENTOR PROJECT - VADODARA CITY POLICE) ની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં ચારેય ઝોનના ડીસીપી સહિતનો સ્ટાફ હાજર હતો. મેન્ટર પ્રોજેક્ટ અંતર્ગત ગુનેગારો પર નજર રાખવામાં આવે છે. અને તેમને સુધારીને જવાબદાર નાગરિક બનાવવા માટેના પ્રયત્નો પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે. આ તકે શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જણાવ્યું કે, પ્રોજેક્ટના માધ્યમથી લૂંટના 11 કેસો ઉકેલાઇ ગયા છે. વાહનચોરીના 47 ટકા અને મોબાઇલ ચોરીના 32 ટકા કેસો ઉકેલાઇ ગયા છે. ચેઇન સ્નેચીંગમાં 83 ટકા કેસો ઉકેલ્યા છે
મેન્ટર પ્રોજેક્ટની શરુઆત માર્ચ - 2023 માં શરૂઆત કરવામાં આવી
સમગ્ર શિબિર અંગે શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે (VADODARA CITY POLICE COMMISSIONER - NARASIMHA KOMAR, IPS) જણાવ્યું કે, મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા માટે શહેર પોલીસ દ્વારા જુદી જુદી એક્ટીવીટી કરવામાં આવે છે. જેના ભાગરૂપે ગુનાખોરીમાં સંડોવાયેલા હિસ્ટ્રીની જાળવણી કરીએ છીએ, મોડસ ઓપરેન્ડીની વિગતો એકત્ર કરવામાં આવે છે. સાથે સાથે ગુનાખોરી અંકુશમાં લાવવા માટે પેટ્રોલીંગ, પોલીસની હાજરી અને ગુનેગારોની સકાસણી કરવામાં આવે છે. જેને વધુ સુદ્રઢ કરવા માટે મેન્ટર પ્રોજેક્ટની શરુઆત માર્ચ - 2023 માં શરૂઆત કરવામાં આવી છે.
6 આરોપીઓનું મૃત્યું થયું છે
વધુમાં તેમણે જણાવ્યું કે, દરેક શહેર જિલ્લામાં રહેતા જાણીતા ગુનેગારોની યાદી તૈયાર કરીને તેની એક્ટીવીટી મોનીટર કરવા માટે એક એએસઆઇ, કોન્સ્ટેબલની નિયુક્તિ કરવામાં આવે છે. તેવા પોલીસ અધિકારીઓ દ્વારા અપરાધીની એક્ટીવીટી પર નજર રાખવામાં આવે છે, તેની મુલાકાત લેવામાં આવે છે. તેઓ શું કરી રહ્યા છે તેની જાણકારી મેળવવામાં આવે છે. તેમને સોંપવામાં આવેલ ગુનેગાર ફરી ગુનાખોરી તરફ ના વળે તેવા પ્રયાસો કરવામાં આવે છે. અને તેઓ વ્યવસાયમાં સતર્ક રહે અને સારા નાગરિક બને તેવા પ્રયાસો છે. વડોદરામાં 613 આરોપીઓને મોનીટર કરી રહ્યા છીએ. 90 ટકા લોકો નજર હેઠળ છે. 6 આરોપીઓનું મૃત્યું થયું છે. 10 ટકા આરોપીઓ નજર બહાર છે, તેમનો શોધવાનો પ્રયાસ ચાલુ છે. આરોપીઓને જવાબદાર નાગરિક બનાવવાનો અમારો પ્રયાસ છે.
ગુનાઓ ઉકેલવામાંમાં 30 ટકા મળે તો સફળ ગણાય
આખરમાં તેમણે ઉમેર્યું કે, આ શિબિરમાં ચારેય ઝોનના ડીસીપી, એસીપી સહિતના સ્ટાફ હાજર છે. આપણે તેમને કાર્યક્રમ અંગે વિસ્તૃત માહિતી આપીશું. અને યોજનાને વધુ અસરકારક રીતે અમલી કરીશું. આ પ્રોજેક્ટના માધ્યમથી લૂંટના 11 કેસો ઉકેલાઇ ગયા છે. વાહનચોરીના 47 ટકા અને મોબાઇલ ચોરીના 32 ટકા કેસો ઉકેલાઇ ગયા છે. ચેઇન સ્નેચીંગમાં 83 ટકા કેસો ઉકેલ્યા છે. બે ત્રણ દિવસમાં જ આરોપીઓને દબોચી લેવાય છે. દિવસે ઘર ચોરીમાં 71 ટકા અને રાત્રે 47 ટકા સફળતા મળી છે. આ ગુનાઓ ઉકેલવામાંમાં 30 ટકા મળે તો સફળ ગણાય છે. શહેર પોલીસની સતર્કતા, ટેક્નોલોજી થકી મહેનત અને મેન્ટર પ્રોજેક્ટ અંતર્ગત મહેનતની આ સફળતા છે. ગુનાખોરી ડામવા માટે જુદા જુદા પ્રયોગો કરીને સફળતા મેળવી રહ્યા છીએ.
આ પણ વાંચો -- VADODARA : જિલ્લા વહીવટી તંત્રની વારસાઈ ઝુંબેશમાં 8268 નોંધણી થઇ