Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : 31 ડિસે.ને ધ્યાને રાખીને પોલીસનો લોખંડી બંદોબસ્ત, વાંચો વિગતવાર

VADODARA : કાયદાના દાયરામાં નવા વર્ષની ઉજવણી થાય તે અંગેના સુચનો આપી દીધા છે. નવા વર્ષની ઉજવણીમાં પરિજનો, પરિચીત સાથે જોડાઓ.
vadodara   31 ડિસે ને ધ્યાને રાખીને પોલીસનો લોખંડી બંદોબસ્ત  વાંચો વિગતવાર
Advertisement

VADODARA : વર્ષના આખરી દિનને ઉજવવા તથા નવા વર્ષને હર્ષોલ્લાસ સાથે આવકારવા માટે લોકોમાં ભારે થનગનાટ હોય છે. ત્યારે તે દિવસે કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે શહેર પોલીસ (VADODARA CITY POLICE) દ્વારા તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજે શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર (NARASIMHA KOMAR IPS - VADODARA CITY POLICE COMMISSIONER) દ્વારા તૈયારીઓનું રિવ્યુ કરીને મીડિયા સમક્ષ વિગતવાર માહિતી આપવામાં આવી છે.

Advertisement

સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની હાજરી વધારી છે

વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર (NARASIMHA KOMAR IPS - VADODARA CITY POLICE COMMISSIONER) એ જણાવ્યું કે, 31, ડિસેના અનુસંધાને શહેર પોલીસ દ્વારા વિતેલા એક સપ્તાહથી પૂર્વ તૈયારીઓ કરવામાં આવી છે. શહેરની એન્ટ્રી-એક્ઝીટ ચેક પોસ્ટને સતર્ક કરી દેવામાં આવી છે, જાણીતા માથાભારેને ટાર્ગેટ કરીને કાર્યવાહી કરવામાં આવી છે, સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની હાજરી વધારી છે, પાલિસા સાથે સંકલનમાં રહીને બાગ-બગીચા, જાહેર જગ્યાઓ સુધી વ્યવસ્થા વધારી છે. નવા વર્ષની ઉજવણી સુરક્ષિત માહોલમાં સંપન્ન થાય તે માટેની પૂર્વ તૈયારીઓ કરી દેવામાં આવી છે. કોઇ પણ અનિચ્છનિય બનાવ ના બને તે માટે તૈયારીઓ કરી છે. છેલ્લા કેટલાય દિવસથી ચાલતા ડ્રીંક એન્ડ ડ્રાઇવ, ઓવર લોડીંગ, ભારદારી વાહનો તમામને આપણે ટાર્ગેટ કરીને અભિયાન ચલાવ્યું છે. શહેરના જુદા જુદા પોલીસ મથકમાં પરિવહન તથા સંબંધિત અન્ય મુદ્દાઓને લઇને રીવ્યું બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

250 થી વધુ બ્રેથએનેલાઇઝર સાથે જવાનો તૈનાત

વધુમાં તેમણે જણાવ્યું કે, શી ટીમના વાહનો, પીસીઆર, અન્ય ટ્રાફિકના SPV વાહનોનું નિરીક્ષણ કર્યું છે. વાહનમાં લાઇટ, રસ્સા, હથકડી, કોમ્યુનિકેશન સિસ્ટમ, હેલ્મેટ વગેરે સુસજ્જ રહીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતીને પહોંચી વળવાની તૈયારીઓ ચકાસી છે. શહેરના 250 થી વધુ બ્રેથએનેલાઇઝર સાથે જવાનો તૈનાત રહેશે. આ સાથે જ વધુ રીસોર્સીસ મેળવવાનો પ્રયત્ન જારી છે. વધુ ઉપયોગ થઇ શકે, આલ્કોહોલ એબ્યુઝના કિસ્સાઓ ટાળવાની તૈયારી છે. એનડીપીએસ કીટ થકી નશામાં ફરતા હોય.તો તેમની તપાસ કરી શકાશે.

નવા વર્ષની ઉજવણીમાં પરિજનો, પરિચીત સાથે જોડાઓ

વધુમાં તેમણે ઉમેર્યું કે, આજથી પોલીસનું ડિપ્લોયમેન્ટ માટે વિવિધ વિભાગોની ટીમ જુદા જુદા વિસ્તારોમાં ઉતરશે. 31, ના અનુસંધાને ઝોનલ કક્ષાએ હોટલ્સ તથા અન્ય જોડે બેઠકો કરીને સુચના આપવામાં આવી છે. કાયદાના દાયરામાં નવા વર્ષની ઉજવણી થાય તે અંગેના સુચનો આપી દીધા છે. નવા વર્ષની ઉજવણીમાં પરિજનો, પરિચીત સાથે જોડાઓ.

અવાવરૂ જગ્યાઓએ જવાનું ટાળો

આખરમાં તેમણે જણાવ્યું કે, કોઇ પણ ઉજવણી કરો, ત્યારે સુરક્ષા-સલામતીનું ધ્યાન રાખો. ઉજવણી દરમિયાન પરિચીત, અને પરિજન સાથે કરો, સોશિયલ મીડિયા મારફતે મળેલા અથવા અજાણ્યા ઇસમો જોડે જવાનું ટાળો. દારૂ-રેવ પાર્ટીની શક્યતા હોય તેવા સ્થળોએ ઉપસ્થિત ના રહો, કોમ્યુનિટીના કાર્યક્રમોમાં જોડાઓ, અવાવરૂ જગ્યાઓએ જવાનું ટાળો, જવાબદારી અને સલામતીને ધ્યાને રાખીને ઉજવણી કરો. કોઇ પણ સમયે મુશ્કેલી જણાય તો તુરંત પોલીસનો સંપર્ક કરો. અમે તમારી મદદ માટે સજ્જ છે.

આ પણ વાંચો -- VADODARA : MSU નો પદવીદાન સમારો યોજાયો, ગોલ્ડ મેડલમાં વિદ્યાર્થીનીઓ અવ્વલ

Tags :
Advertisement

.

×