Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : વરરાજા અને DJ સંચાલક સામે ગુનો નોંધાતા ફફડાટ

VADODARA : ડીજે વગાડવા અંગેની સંચાલક પાસે ન્હતી. તે વરરાજા નિલેશભાઇ વસાવા જોડે વરઘોડા સાથે કાયાવરોહણથી આવેલ હોવાનું જણાવ્યું
vadodara   વરરાજા અને dj સંચાલક સામે ગુનો નોંધાતા ફફડાટ
Advertisement

VADODARA : વડોદરામાં નિયમવિરૂદ્ધ વગાડવામાં આવતા ડીજે સામે પોલીસ કડક હાથે કાર્યવાહી કરી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. વડોદરાના અટલાદરામાં મોડી રાત્રે 1 - 15 કલાકે મોટે મોટેથી ડીજે વાગતું હોવાની ફરિયાદ મળતા પોલીસ સ્થળ પર પહોંચી હતી. આ મામલે ડીજેની અટકાયત કરીને વરરાજા તથા સંચાલક સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેને પગલે ફફડાટ પેંસી જવા પામ્યો છે. (POLICE FILLED COMPLAINT AGAINST GROOM OVER LATE NIGHT DJ - VADODARA)

વરરાજા ડીજે પોતાની સાથે લાવ્યા

વડોદરાના અટલાદરા પોલીસ મથકમાં (ATLADRA POLICE STATION - VADODARA) નોંધાયેલી ફરિયાદ અનુસાર, બીલ ગામમાં સરકારી સ્કૂલના કમ્પાઉન્ડમાં ડીજે વાગતું હોવાની ફરિયાદ મળતા પોલીસ દોડીને પહોંચી હતી. સ્થળ પર જઇને જોતા રાત્રે 1 - 15 કલાકે એક વાહનમાં ડીજે વગાડવામાં આવતું હતું. જે બાદ પોલીસે ડીજે વગાડવા અંગેની પરમિટ માંગી હતી. જે સંચાલકો પાસે ન્હતી. ડીજે સંચાલક પોતે વરરાજા નિલેશભાઇ કંચનભાઇ વસાવા જોડે વરઘોડા સાથે કાયાવરોહણથી આવેલ હોવાનું જણાવ્યું હતું. આખરે ઉપરોક્ત મામલે વરરાજા નિલેશભાઇ કંચનભાઇ વસાવા (રહે. કાયાવરોહણ, ડભોઇ, વડોદરા) અને દિક્ષીત રાજેશભાઇ પાટણવાડીયા (રહે. ઠાકોર ફળિયું, સુલતાનપુરા, ડભોઇ, વડોદરા) સામે અટલાદરા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

Advertisement

વિદ્યાર્થીઓને ખલેલ ના પહોંચે માટે કાર્યવાહી

ACP એ. વી. કાટકડે મીડિયાને જણાવ્યું કે, હાલમાં શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું લાગું છે. મોડી રાત્રે ડીજે વગાડવા પર પ્રતિબંધ લાગુ છે. બીલ ગામમાં મોટે મોટીથી ડીજે વાગતું હોવાથી પોલીસને જાણ કરવામાં આવી હતી. તે બાદ પોલીસ તુરંત સ્થળ પર પહોંચી હતી. અને વધુ કાયદેસરની કાર્યવાહી આવી હતી. કુલ 2 લોકોના વિરૂદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી છે. બે ડીજે ડિટેઇન કરવામાં આવ્યા છે. હાલમાં ધો- 10 અને 12 ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. વિદ્યાર્થીઓને ખલેલ ના પહોંચે અને મોટીથી અવાજ કરતા ડીજે સંચાલકો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : વોન્ટેડ લિકર કિંગ વિજુ સિંધી સામે ગાળિયો કસાયો

Tags :
Advertisement

.

×