VADODARA : વિતેલા સપ્તાહમાં 10 હજારથી વધુ વાહનોનું ચેકીંગ, 47 ઢીંચેલા મળી આવ્યા
VADODARA : વર્ષ - 2024 ના અંતિમ દિવસો નજીક આવતાની સાથે જ વડોદરા શહેર પોલીસ (VADODARA POLICE) દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. એક સપ્તાહ પહેલાથી જ વિવિધ વિસ્તારના પોલીસ મથક તથા વિવિધ બ્રાન્ચની ટીમો એક્ટીવ થઇ ગઇ હતી. જેમાં કુલ મળીને 10 હજારથી વધુ વાહનોનું ચેકીંગ કરવામાં આવ્યું છે. તે પૈકી 47 કેસમાં ઢીંચેલા મળી આવ્યા હતા. અને ડ્રિંક એન્ડ ડ્રાઇવના 68 કેસો કરવામાં આવ્યા હતા.
26 ડિસેથી લઇને 31 ડિસે સુધીમાં લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો
વડોદરામાં વર્ષના અંતિમ દિવસની ઉજવણીનો માહોલ જેમ જેમ બનતો જતો હતો. તેમ તેમ વડોદરા પોલીસે પણ પોતાની તૈયારીઓ કરી લીધી હતી. જોઇન્ટ સીપી લીના પાટીલ દ્વારા અગાઉથી જ રસ્તા પર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તેમજ વાહનોનું ચેકીંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા 26 ડિસેથી લઇને 31 ડિસે સુધીમાં લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેના કારણે વડોદરાવાસીઓ શાંતિપૂર્ણ રીતે નવા વર્ષને આવકારી શક્યા છે, તે કહેવું સહેજપણ ખોટું નથી.
પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે વડોદરાવાસીઓને નવા વર્ષની શુભકામનઓ પાઠવી હતી
વિવિધ પોલીસ મથક તેમજ વિવિધ બ્રાન્ચ દ્વારા મળીને 30 સ્થળોએ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં 10 હજારથી વધુ વાહનોની તપાસ કરવામાં આવી હતી. તે પૈકી 47 ઢીંચેલા મળી આવ્યા હતા. અને ડ્રિંક એન્ડ ડ્રાઇવના 68 કેસો નોંધાયા હતા. આ સાથે જ શંકાસ્પદ નંબરવાળા 515 વાહનોની તપાસ કરવામાં આવી હતી. 788 કેસમાં ડિટેઇનની કાર્યવાહી કરવામાં આવી હતી. ગતરોજ રાત્રે શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર ખુદ ફતેગંજ પહોંચ્યા હતા. અને સ્થિતીની સમીક્ષા કરીને વડોદરાવાસીઓને નવા વર્ષની શુભકામનઓ પાઠવી હતી.
આ પણ વાંચો -- VADODARA : અકોટામાં સસ્તા અનાજની દુકાનમાં દરોડા, શંકાસ્પદ પ્રવાહી જપ્ત


