Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : સ્ટંટબાજોએ હાથ જોડ્યા, કહ્યું, 'પોલીસ અમને માફ કરે'

VADODARA : રીલબાજોને પોલીસને પરચો થતા જ તમામે હાથ જોડી દીધા હતા. અને એકીસૂરે કહ્યું કે, આવી કોઇ બીજી ભૂલ નહીં થાય, પોલીસ માફ કરે
vadodara   સ્ટંટબાજોએ હાથ જોડ્યા  કહ્યું   પોલીસ અમને માફ કરે
Advertisement

VADODARA : વડોદરા સહિત રાજ્યભરમાં સોશિયલ મીડિયામાં સ્ટંટબાજી કરીને પરેશાની ઉભી કરનારા તત્વોની કોઇ ખોટ નથી. પરંતુ હવે પોલીસ પણ આવા તત્વોને સીધા કરવા તૈયાર હોય તેમ લાગી રહ્યું છે. તાજેતરમાં કિંગ ઓફ માણેજા નામથી એકથી વધુ રીલ વાયરલ થઇ હતી. જેમાં જાહેર રોડ પર પોતે ભાઇગીરી કરતા હોવાનું પ્રાથમિક નજરે જોવા મળ્યું હતું. આ રીલ બનાવનારાઓ સુધી પોલીસનો પરચો પહોંચતા જ તમામે હાથ જોડી લીધા હતા. અને એકી સુરે કહ્યું કે, પોલીસ અમને માફ કરે. (VIRAL VIDEO CREATOR FACE POLICE ACTION ASK FOR APOLOGY - VADODARA).

Advertisement

કિંગ ઓફ માણેજા નામથી એકથી વધુ રીલ વાયરલ થઇ

દિવસેને દિવસો સોશિયલ મીડિયાનો પ્રભાવ આપણા જીવનમાં વધી રહ્યો છે. તેમ તેમ સોશિયલ મીડિયા વિવિધ પ્રકારના રીલોથી છલકાઇ રહ્યું છે. આમાં એક જુથ એવું છે કે જે વાયરલ થવા માટે ભાઇગીરીને પ્રોત્સાહિત કરતી રીલો બનાવે છે, અપશબ્દો બોલે છે, તેમના બોલેલા શબ્દો ઉશ્કેરણીજનક હોય છે, આવા તત્વોને સીધા દોર કરવા માટે વડોદરા પોલીસે કમર કસી લીધી છે. તાજેતરમાં વડોદરાના સોશિયલ મીડિયા વર્તુળમાં કિંગ ઓફ માણેજા નામથી એકથી વધુ રીલ વાયરલ થઇ હતી. જેમાં જાહેર રોડ પર અપશબ્દો બોલીને હીરોગીરી કરવામાં આવી હતી.

Advertisement

હવે આવી કોઇ બીજી ભૂલ નહીં થાય

આ રીલ પોલીસ સુધી પહોંચતા કાર્યવાહી કરવામાં આવી છે. રીલબાજોને પોલીસને પરચો થતા જ તમામે હાથ જોડી દીધા હતા. અને એકીસૂરે કહ્યું કે, અગાઉ અમે માણેજા ગામમાં એક રીલ વીડિયો બનાવ્યો હતો. જાહેર રોડ પર હવે આવો વીડિયો બનાવવામાં નહીં આવે. અને હવે આવી કોઇ બીજી ભૂલ નહીં થાય, ગુજરાત પોલીસ અમને માફ કરે, માફ કરે.

આ પણ વાંચો --- VADODARA : હિટ એન્ડ રન કેસની કાર ભયાનક ડેમેજ થતા RTO નો અભિપ્રાય મેળવવો મુશ્કેલ

Tags :
Advertisement

.

×