VADODARA : પાંચ પોલીસ મથકમાં જપ્ત કરાયેલા દોઢ કરોડના દારૂનો નાશ
VADODARA : વર્ષ 2024 ની પૂર્ણાહૂતિને હવે માત્ર દોઢ મહિના જેટલો જ સમય બાકી છે, ત્યારે વડોદરા પોલીસ (VADODARA POLICE) દ્વારા વિતેલા મહિનાઓમાં જપ્ત કરવામાં આવેલા દારૂના જથ્થાનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં વડોદરાના ઝોન - 3 માં (VADODARA POLICE - ZONE 3) આવતા પાંચ પોલીસ મથકમાંજ જપ્ત કરાયેલા દોઢ કરોડના ગેરકાયદેસર દારૂનો દોઢ કરોડની કિંમતના જથ્થા પર સરકારી બુલડોઝર ફર્યું છે.
ચિખોદરા ગામની સીમમાં જપ્ત કરવામાં આવેલા દારૂને લાવવામાં આવ્યો
વડોદરા પોલીસ દ્વારા પ્રોહીબીશનના કાયદાની અમલવારી માટે રાઉન્ડ ધી ક્લોક કાર્યવાહી કરવામાં આવે છે. ગેરકાયદેસર દારૂની હેરફેર હોય કે પછી દારૂનું વેચાણ તમામને શોધી કાઢીને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે. વિતેલા મહિનામાં વડોદરા પોલીસના ઝોન - 3 વિસ્તારમાં આવતા પાંચ પોલીસ મથક દ્વારા અલગ અલગ સમયે કરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત મોટા જથ્થામાં દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. આ દારૂનો કાયદેસર રાહે નિકાલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. તાજેતરમાં વડોદરાના તરસાલી રોડ પર ધનિયાવી પાસે આવેલા ચિખોદરા ગામની સીમમાં પાંચ પોલીસ મથક દ્વારા જપ્ત કરવામાં આવેલા દારૂને લાવવામાં આવ્યો હતો.
એસડીએમ, નશાબંધી આબકારી ખાતાના અધિકારીઓ એસીપી તથા અન્ય હાજર
આ દારૂને જમીન પર પાથરીને તેના સરકારી બુલ્ડોઝર ફેરવવામાં આવ્યું છે. અને તેનો સરકારી રાહે નિકાલ કરવામાં આવ્યો છે. આ તકે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો સ્ટાફ સ્થળ પર હાજર રહ્યો હતો. દરમિયાન ડીસીપી લીના પાટીલએ મીડિયાને જણાવ્યું કે, ઝોન - 3 માં આવતા કુલ પાંચ પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના મુદ્દા માલ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. જેમાં એસડીએમ, નશાબંધી આબકારી ખાતાના અધિકારીઓ એસીપી, પીઆઇ તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓની ઉપસ્થિતિમાં રૂ. 1.56 કરોડની કિંમતના દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો -- VADODARA : બીજા દિવસે દબાણો દુર કરવાનું જારી, પોલીસ પહેલા પાલિકા પહોંચી