Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : વોર્ડ ઓફીસ સામે જ ડિવાઇડરની અવદશા છતી થઇ

VADODARA : વડોદરા (VADODARA) ના સુભાનપુરા વિસ્તાર પાસે આવેલી ટાંકી પાસે પાલિકાની વોર્ડ ઓફીસ આવેલી છે. આ વોર્ડ ઓફીસ સામે તાજેતરમાં નાંખવામાં આવેલા ડિવાઇડરના બ્લોક્સ આડા પડી ગયા હોવાનું સામે આવ્યું છે. જેથી આ બ્લોક બેસાડવામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ...
vadodara   વોર્ડ ઓફીસ સામે જ ડિવાઇડરની અવદશા છતી થઇ
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) ના સુભાનપુરા વિસ્તાર પાસે આવેલી ટાંકી પાસે પાલિકાની વોર્ડ ઓફીસ આવેલી છે. આ વોર્ડ ઓફીસ સામે તાજેતરમાં નાંખવામાં આવેલા ડિવાઇડરના બ્લોક્સ આડા પડી ગયા હોવાનું સામે આવ્યું છે. જેથી આ બ્લોક બેસાડવામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ મુકવામાં આવી રહ્યો છે. સ્થાનિક અગ્રણીના જણાવ્યા પ્રમાણે, જો વોર્ડ ઓફીસ સામે આવી હાલત હોય તો, વિસ્તારમાં કેવી હાલત હશે. આ મામલે કડક કાર્યવાહી કરવા માટે સ્થાનિક અગ્રણીઓ દ્વારા માંગ કરવામાં આવી છે.

કામગીરી સામે ઉઠ્યા સવાલો

વડોદરામાં 22 જુલાઇના અવિરત વરસાદ વરસ્યો હતો. ત્યાર બાદ મેઘમહેર જોઇએ તેવી થઇ નથી. તેવામાં તાજેતરમાં શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલી પાલિકાની વોર્ડ કચેરી સામે લગાડવામાં આવેલા ડિવાઇડરમાં ભ્રષ્ટાચાર થયો હોવાની સાબિતી આપતી ઘટના સામે આવી છે. પાલિકાની વોર્ડ કચેરી સામે તાજેતરમાં લગાડવામાં આવેલા ડિવાઇડર આડા પડી ગયા છે. જેને લઇને ડિવાઇડર લગાડવા માટે કરવામાં આવેલી કામગીરી સામે સ્થાનિકો સવાલો ઉઠાવી રહ્યા છે. ગતરોજ શહેરના સામાજીક-રાજકીય આગેવાન સ્વેજલ વ્યાસ દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. આજે અન્ય અગ્રણી મેદાને આવ્યા છે.

Advertisement

વિસ્તારની પરિસ્થિતી કેટલી વિકટ હશે

રાજકીય-સામાજીક અગ્રણી પિન્કલ રામી જણાવે છે કે, વડોદરા પાલિકાએ જ્યાં ડિવાઇડર બનાવ્યા છે, ત્યાં યોગ્ય રીતે રોડમાં ખોદીને ડિવાઇડર અંદર લગાવવામાં આવ્યા છે. પરંતુ તમે જોઇ શકો છો અહીંયા સીધેસીધુ હલકી ગુણવત્તાવાળું મટીરીયલ વાપરમાં આવ્યું છે. અહીંયા રોડ પરના ડિવાઇડર તુટીને તેના બ્લોક નિકળી ગયા છે. વડોદરા પાલિકાની વિચાર શક્તિ અને અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સ્માર્ટ હોય તો સ્માર્ટ સિટી બનાવી શકાય છે. પરંતુ ભ્રષ્ટાચારમાં તંત્ર ડુબી ગયું હોય તેવું સ્પષ્ટ પણે માનવું છે. વોર્ડ ઓફીસની બહાર આવી પરિસ્થિતી હોય તો, વિસ્તારની પરિસ્થિતી કેટલી વિકટ હશે. આમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો અમારો સ્પષ્ટ આરોપ છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : બાઇકની હેડલાઇટમાં ઘૂસેલા સાપોલિયાનું મહામહેનતે રેસ્ક્યૂ

Tags :
Advertisement

.

×