VADODARA : હેલીકોપ્ટર અને લક્ઝૂરીયસ કારના ટ્રેન્ડ વચ્ચે ઉંટ ગાડામાં જાનૈયાઓ નીકળ્યા
VADODARA : રાજ્ય સહિત દેશભરમાં હાલ લગ્નની મોસમ ખીલી છે. ત્યારે હેલીકોપ્ટર અને લક્ઝૂરીયસ કારના કાફલા સાથે પરણવા જવાનો ભારે ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આ વચ્ચે વડોદરા પાસે પોરમાં અલગ જ કિસ્સો સામે આવ્યો છે. પટેલ પરિવારના લગ્નમાં જાન ઉંટ ગાડામાં નીકળી હતી. (MARRIAGE IN CAMEL RIDE - VADODARA) આ દ્રશ્યો જોતા અનેક લોકોના મનમાં જુના જમાનાના લગ્નની યાદો તાજી થતી હતી. ઉંટ ગાડામાં નીકળેલા જાનૈયાઓનો ઉત્સાહ અન્યને પણ આ પ્રકારનું અનુસરે તેવો જોવા મળી રહ્યો હતો. (UNIQUE MARRIAGE - POR, VADODARA)
વર્ષો વર્ષ સુધી પ્રસંગને યાદ રાખવામાં આવશે
વડોદરા પાસે આવેલા પોરના પટેલ પરિવારના દિક્ષીતના લગ્ન સલાટ ગામે રહેતા જોષી પરિવારની પુત્રી રિમા સાથે નિર્ધારિત થયા હતા. આ લગ્નમાં જાન એવી રીતે નીકળી કે વર્ષો વર્ષ સુધી પ્રસંગને યાદ રાખવામાં આવશે. હાલના સમયમાં જ્યારે લગ્ન પ્રસંગમાં હેલીકોપ્ટર અને લક્ઝૂરીયસ કારના કાફલા સાથે પરણવા જવાનો ક્રેઝ છવાઇ રહ્યો છે. ત્યારે તેનાથી વિપરીત પોર ગામે ઉંટ ગાડીમાં જાન નીકળી હતી. અને 7 કિમીનું અંતર કાપીને લગ્ન સ્થળે પહોંચી હતી.
દોઢ કલાક બાદ જાન લગ્ન સ્થળે પહોંચી
ઉંટ ગાડીમાં નીકળેલા જાનૈયાઓનો ઉત્સાહ હેલીકોપ્ટર અથવા લક્ઝૂરીયસ કાર સાથે નીકળેલા કાફલાના ઉત્સાહને પાછળ પાડી દે તેવો હતો. આખા રસ્તે લોકો ઉંટ ગાડીમાં નીકળેલી જાનને જોતા જ રહી ગયા હતા. મોટા ભાગના રૂટ પર લોકો આ જવલ્લેજ જોવા મળતી ક્ષણને પોતાના મોબાઇલના કેમેરામાં કેદ કરતા નજરે પડ્યા હતા. સાંજે પાંચ વાગ્યે જાન નીકળી હતી. જે દોઢ કલાક બાદ લગ્ન સ્થળે પહોંચી હતી. અને બંનેના લગ્ન મોડી રાત્રે સંપન્ન થયા હતા. પૈસાનો દેખાડો કરવાની જગ્યાએ જુના જમાના પ્રમાણે નીકળેલી જાન લાંબા સમય સુધી લોકોના સ્મૃતિ પટલમાં જીવંત રહેશે.
આ પણ વાંચો --- VADODARA : FBI ડાયરેક્ટરના કૌટુંબિક કાકા વડોદરાના રહેવાસી, કહ્યું, 'તેણે આપણી સંસ્કૃતિને જીવંત રાખી'


