Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : શહેરમાં UCC ના વિરોધમાં બેનર લાગ્યાની તસ્વીરો વાયરલ

VADODARA : ઇદ તથા આગામી તહેવારોને ધ્યાને રાખીને કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે વડોદરા પોલીસ દ્વારા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
vadodara   શહેરમાં ucc ના વિરોધમાં બેનર લાગ્યાની તસ્વીરો વાયરલ
Advertisement

VADODARA : વડોદરાના સંવેદનશીલ ગણાતા પાણીગેટ વિસ્તારમાં કેન્દ્ર સરકારના યુનિફોર્મ સિવિલ કોડના વિરોધમાં બેનર લાગતા ઉત્તેજના વ્યાપી જવા પામી છે. હાલ વડોદરા સહિત દેશભરમાં ઇદ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઘટનાની તસ્વીરો વડોદરાના સોશિયલ મીડિયા સર્કલમાં ઝડપથી વાયરલ થઇ રહી છે. બીજી તરફ ઇદ તથા આગામી તહેવારોને ધ્યાને રાખીને કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે વડોદરા પોલીસ દ્વારા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. (VADODARA POSTER WAR AGAINST UGG LAW - PHOTO VIRAL)

સોશિયલ મીડિયા સર્કલમાં આ પોસ્ટરોની તસ્વીરો ઝ઼ડપથી વાયરલ થઇ

કેન્દ્ર સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા, તેની માહિતી જનજન સુધી પહોંચાડવા, લોકોને બદલાવા સાથે જોડવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં ગુજરાત સરકારે યુસીસી લાગુ કરવા અંગે ખાસ કમિટી બનાવી છે. જે વિવિધ શહેર-જિલ્લાઓમાં મુલાકાત લઇ રહી છે. આ વચ્ચે વડોદરામાં યુસીસીના વિરોધમાં પોસ્ટર લાગ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. વડોદરાના સોશિયલ મીડિયા સર્કલમાં આ પોસ્ટરોની તસ્વીરો ઝ઼ડપથી વાયરલ થઇ રહી છે. આ પોસ્ટરો ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ તથા ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતિના નેજા હેઠળ લગાડવામાં આવ્યા હોવાનું તેના પરથી જણાઇ આવે છે.

Advertisement

કોડ કો રોકને કે લિયે હર જાઇઝ કોશિશ કરો

આ પોસ્ટરમાં ગુજરાતીમાં લખ્યું છે કે, જાગો, જાગો, જાગો... ગુજરાત કે મુસલમાનો જાગો. નિહાક, તલાક ઔર વિરાસત કે પર્સનલ લો મેં અલ્લાહ કી શરીઅત પર ચલને સે મજબુરન રોક દિયા જાયે, ઉસકે પહેલે અપની અવાજ બુલંદ કરો..અલ્લાહ કી શરિયત પર પાબંદી લગાનેવાલે કાનુન યુસીસી - યુનિફોર્મ સિવિલ કોડ કો રોકને કે લિયે હર જાઇઝ કોશિશ કરો...શરીઅત બચાવો, દેશ બચાવો. આ સાથે જ એક ક્યુઆર કોડ મુકવામાં આવ્યો છે. જેના નીચે લખવામાં આવ્યું છે કે, યહ કોડ સ્કેન કરો, લિંક જો મીલે ઉસે જીએમ સે સેન્ડ કરો. આ તસ્વીર પાણીગેટના લિમ વાલી મસ્જીદની હોવાનું તસ્વીર પરથી સ્પષ્ટ થવા પામ્યું છે.

Advertisement

પોસ્ટર વોર શરૂ કરવામાં આવ્યું

અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા યુસીસી લાગુ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે વડોદરામાં તેનાથી વિપરીત પોસ્ટર વોર શરૂ કરવામાં આવ્યું છે. ઇદ પર્વ પર લાગેલા પોસ્ટરને પગલે શહેરભરમાં તરહ તરહની ચર્ચાઓએ સ્થાન લીધું છે.

આ પણ વાંચો --- VADODARA : સીલ કરેલો અનાજનો જથ્થો સડી જતા સુધી કોઇએ ધ્યાન ના આપ્યું

Tags :
Advertisement

.

×