VADODARA : વ્યાજખોરીમાં સંડોવાયેલા નામચીન કલ્પેશ કાછિયાને શોધવા પોલીસ દોડતી થઇ
VADODARA : વડોદરા (VADODARA) માં ખંડેરાવ માર્કેટમાં ફ્રુટની દુકાન ધરાવતા વેપારીઓ વ્યાજખોરના ત્રાસથી ફિનાઇલ પી ને જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે વેપારીનો ત્રાસ આપતા વ્ચાજખોરની અટકાયત કરી લેવામાં આવી હતી. ત્યાર બાદ વધુ તપાસમાં નામચીન કલ્પેશ કાછિયા (KALPESH KACHIYA - VADODARA) નું નામ ખુલતા પોલીસ દોડતી થઇ છે. અને તેની અટકાયત કરવા માટે અલગ અલગ રાજ્યોમાં ટીમો મોકલી હોવાનું જાણવા મળી રહ્યું છે.
KALPESH KACHIYA - VADODARA (FILE PHOTO)
વેપારીને તુરંત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો
વડોદરાના ખંડેરાવ માર્કેટમાં ફ્રુટની દુકાન ધરાવતા નરેશભાઇ નેનાનીએ વેપાર કરવા માટે સંતોષ ભાવસાર નામના પરિચીત પાસેથી રૂ. 47 લાખ લીધા હતા. જેની સામે વેપારીઓ પોણા બે કરોડ જેટલી રકમ લઇ લીધા બાદ પણ તેને ત્રાસ આપવાનું ચાલુ હતું. આ મામલે આખરે ત્રસ્ત વેપારીએ વ્યાજખોર સંતોષ ભાવસારની સામે જ ફિનાઇલ પી ને જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં વેપારીને તુરંત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ મામલે નવાપુરા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. બાદમાં સંતોષ ભાવસારની અટકાયત કરીને તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.
કાછિયા અગાઉ સોપારી લઇને ખંડણી, મારામારી જેવા ગુનાઓમાં સંડોવાયેલો છે
દરમિયાન આ મામલે નામચીન કલ્પેશ કાછિયાનું નામ ખુલતા પોલીસ દોડતી થઇ હતી., કલ્પેશ કાછિયા અગાઉ સોપારી લઇને ખંડણી, મારામારી જેવા ગુનાઓમાં સંડોવાયેલો છે. તેનું નામ મુકેશ હરજાણી, આણંદના અલ્પેશ પટેલ અને એનઆરઆઇ મનોજ પટેલના હત્યામાં પણ સંડોવાયેલું હતું. જેને ધ્યાને રાખીને આ મામલે પોલીસે બાતમીદારો અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
મોટી રકમ વ્યાજે ફેરવતો હોવાનું જાણ્યું
અગાઉ પોલીસ કલ્પેશ કાછિયાના ઘરે બે વખત જઇ ચુકી છે. પરંતુ તે બહાર હોવાનું તેનો પરિવાર જણાવી રહ્યો છે. પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, કલ્પેશ કાછિયા મોટી રકમ વ્યાજે ફેરવતો હોવાનું હાલ તબક્કે જાણવા મળી રહ્યું છે. અને હાલ તે અન્ય રાજ્યમાં સંતાયો હોવાની આશંકાના આધારે પોલીસની બે ટીમો તેની તપાસમાં જોડાઇ છે.
આ પણ વાંચો -- VADODARA : વાસણા રોડ પરના ઓવરબ્રિજનો વિરોધ, લોકોએ કહ્યું, "જરૂર નથી"


