Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ખાનગી યુનિ.ના વિદ્યાર્થીઓને લઇ જતા છકડાનો અકસ્માત, 7 ઘાયલ

VADODARA : સડક સુરક્ષાના નિયમો અંગે જાગૃતિ સાથેના વિવિધ કાર્યક્રમો વચ્ચે વડોદરા શહેર-જિલ્લામાં અકસ્માતોની ઘટના અટકવાનું નામ નથી લઇ રહી.
vadodara   ખાનગી યુનિ ના વિદ્યાર્થીઓને લઇ જતા છકડાનો અકસ્માત  7 ઘાયલ
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) ના વાઘોડિયા પાસે આવેલા આમોદર (WAGHODIYA, AMODAR ACCIDENT - VADODARA) માં ખાનગી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને લઇ જતા છકડાને અકસ્માત નડ્યો છે. આ ઘટનામાં ટ્રક ચાલકે ટક્કર મારતા છકડો પલ્ટી ગયો હતો. અને તેમાં બેઠેલા વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હતા. દરમિયાન બુમાબુમ મચી જતા સ્થાનિકો દોડી આવ્યા હતા. અને વિદ્યાર્થીઓને બચાવી લઇને સારવાર અર્થે મોકલી આપ્યા હતા. આ ઘટનામાં બેજવાબદાર ટ્રક ચાલક અકસ્માત સર્જીને ઘટના સ્થળેથી નાસી છુટ્યો હતો.

ટ્રકે છકડાને જોરદાર ટક્કર મારી

વડોદરા સહિત દેશભરમાં હાલ રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં વિવિધ પ્રકારે લોકોને ટ્રાફિકના નિયમો તથા સડક સુરક્ષાના નિયમો અંગે જાગૃતિ સાથેના વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. આ વચ્ચે અકસ્માતોની ઘટના અટકવાનું નામ નથી લઇ રહી. વડોદરા ગ્રામ્યના વાઘોડિયાના આમોદરમાં આજે ટ્રકે છકડાને જોરદાર ટક્કર મારી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

Advertisement

વિદ્યાર્થીઓની ચીસોથી સ્થાનિકો દોડી આવ્યા

વડોદરા પાસેની ખાનગી યુનિ.માં ભણતા વિદ્યાર્થીઓ છકડામાં સવાર થઇને મુસાફરી કરી રહ્યા હતા. દરમિયાન આમોદર દુરદર્શન ટાવર પાસે ટ્રક અને છકડા વચ્ચે ટક્કર થઇ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે મોટા ધડાકો થયો હતો, અને બાદમાં મુસાફરો ભરેલો છકડો સ્થળ પર જ પલ્ટી ગયો હતો. જેને પગલે વિદ્યાર્થીઓની ચીસોથી સ્થાનિકો દોડી આવ્યા હતા. અને છકડો સુધો કરીને તમામને સ્વસ્થ કરવામાં આવ્યા હતા, સુત્રોના જણાવ્યા અનુસાર, ઘટના સમયે છકડામાં 11 મુસાફરો હતા. તે પૈકી 7 વિદ્યાર્થીઓને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યા હતા.

Advertisement

ચાલક ઇજાગ્રસ્તોની મદદે આવવાની જગ્યાએ સ્થળ પરથી ફરાર

દુર્ઘટનામાં કોઇ જાનહાની નહીં થતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો. આ દુર્ઘટના સર્જના બેજવાબદાર ટ્રક ચાલક ઇજાગ્રસ્તોની મદદે આવવાની જગ્યાએ સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. જેને પગલે સ્થાનિકોમાં ટ્રક ચાલક સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. અને તેની સામે કડકમાં કડક હાથે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

આ પણ વાંચો --- VADODARA : MSU ની દિવાલ લોહીથી ખરડાઇ, અનેક પ્રકારના કુતૂહલ સર્જાયા

Tags :
Advertisement

.

×