Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : રેલવે પ્લેટફોર્મ ઉપરથી બેગ ભરીને ગાંજો ઝડપાયો

VADODARA : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોવાથી ટ્રેન મારફતે માદક પદાર્થો, હથિયારો તથા અન્યની હેરાફેરી ના થાય તે માટે વિશેષ સુચનાઓ અપાઇ છે
vadodara   રેલવે પ્લેટફોર્મ ઉપરથી બેગ ભરીને ગાંજો ઝડપાયો
Advertisement

VADODARA : વડોદરા રેલવે સ્ટેશન (VADODARA RAILWAY STATION) પર સરપ્રાઇઝ ચેકીંગ દરમિયાન બેગ સાથે એક શખ્સ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે તેને પુછતા બેગમાં ગાંજો (VADODARA RAILWAY POLICE CAUGHT ILLEGAL MARIJUANA FROM PLATFORM) હોવાનું તેણે જણાવ્યું હતું. આખરે આ મામલે શખ્સની અટકાયત કરી જડતી કરવામાં આવી હતી. જેમાં 18 કિલોથી વધુનો ગાંજો મળી આવ્યો છે. જેના આધારે રેલવે પોલીસે ગુનો નોંધીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

શંકાસ્પદ હીલચાલ જણાતા પોલીસ જવાનો તેની પાસે પહોંચ્યા

વડોદરાના રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, તાજેતરમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોવાથી ટ્રેન મારફતે માદક પદાર્થો, હથિયારો તથા અન્યની હેરાફેરી ના થાય તે માટે વિશેષ સુચનાઓ આપવામાં આવેલી છે. જેના અનુસંધાને રેલવે PSI તથા અન્ય સ્ટાફ રેલવે પોલીસ સ્ટેશન ઉપર સરપ્રાઇઝ ચેકીંગમાં હતો. તે દરમિયાન પ્લેટફોર્મ નં - 2 ના થાંભલા પાસે એક શખ્સ બાંકડા પર બેઠો હતો. અને તેની પાસે ગ્રે કલરની એક બેગ હતી. આ શખ્સની શંકાસ્પદ હીલચાલ જણાતા પોલીસ જવાનો તેની પાસે પહોંચ્યા હતા. અને ટ્રોલી બેગમાં શું છે તેવુ પુછ્યું હતું. શખ્સે બેગમાં ગાંજો હોવાનું જણાવ્યું હતું.

Advertisement

ગાંજાની કિંમત રૂ. 1.81 લાખ આંકવામાં આવી રહી છે

જે બાદ પોલીસ એલર્ટ થઇ ગઇ હતી. આ શખ્સની જડતી તથા તેની ઓળખ કરવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. શખ્સનું નામ બિશીકેશ લૌચન્દ્ર બેહેરેઘરાઇ (રહે. કંઘમાલ, ઓડીસા) હોવાનું જણાવ્યું હતું. તેની પાસેથી વ્યવસ્થિત રીતે પેક કરેલો 18 કિલોથી વધુનો ગાંજો મળી આવ્યો હતો. આ ગાંજાની કિંમત રૂ. 1.81 લાખ આંકવામાં આવી રહી છે. આરોપી સામે એનડીપીએસ એક્ટ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

ચેકીંગ ચાલતુ હોવાથી તે વડોદરા આવી ગયો

આરોપીની પ્રાથમિક પુછપરછમાં તેણે ગાંજાનો આ જથ્થો સુરતના માલીયાવાડ વિસ્તારમાં છુટ્ટક વેચાણ માટે લઇ જવાનો હતો. પરંતુ સુરત રેલવે સ્ટેશન પર પોલીસનું ચેકીંગ ચાલતુ હોવાથી તે વડોદરા આવી ગયો હતો. આખરે સમગ્ર મામલે વડોદરા રેલવે પોલીસે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો --- VADODARA : ચૂંટણી ટાણે દારૂ ઘૂસાડવાનો પ્લાન નિષ્ફળ બનાવતી પોલીસ

Tags :
Advertisement

.

×