VADODARA : ટ્રેનમાં મુસાફરોની ઉંઘનો ફાયદો ઉઠાવીને હાથફેરો કરતી જોડી ઝબ્બે
VADODARA : તાજેતરમાં પશ્ચિમ રેલવે અંતર્ગત આવતા વડોદરામાં 27, ફેબ્રુઆરીના રોજ તીરૂચીપલ્લી સ્પે. કોચમાંથી મહિલાનું પર્સ ચોરી થયું હતું. જે મામલે વડોદરા રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. જે બાદ વણઉકેલાયેલા ચોરીના કેસો શોધી કાઢવા માટેની વિશેષ કવાયત હાથ ધરવામાં આવી હતી. જેના અનુસંધાને વિવિધ ટીમો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં બાતમીના આધારે એક જોડીને પકડી પાડવામાં આવી છે. બંને પાસેથી કુલ મળીને રૂ. 18.45 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. (TRAIN THEFT CASE RAILWAY POLICE CAUGHT TWO ACCUSED - VADODARA)
ટ્રેનમાં મુસાફરોની ઉંધનો ફાયદો ઉઠાવીને હાથફેરો
વડોદરા રેલવે એલસીબીના પીઆઇના માર્ગદર્શનમાં વણઉકેલાયેલા ચોરીના કેસો શોધવા વિવિધ ટીમો કામે લાગી હતી. જેમાં ટેક્નિકલ એનાલિસિસ અને અંગત બાતમીદારને રાખીને આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી રહી હતી. આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ અને પોલીસ હેડ કોન્સ્ટેબલને ટ્રેનમાં મુસાફરોની ઉંધનો ફાયદો ઉઠાવીને હાથફેરો કરનારની બાતમી મળી હતી.
રૂ. 18.45 લાખનો મુદ્દામાલ રીકવર કરવામાં આવ્યો
જેથી બંને વિષ્ણુભાઇ રામાભાઇ કંકોડિયા (ઉં. 30) (રહે. હાલ તાપી નદીના ઉત્તર તરફના ઓવરબ્રિજ નીચે, અમરોલી, સુરત) (મૂળ રહે. છાપી, વડગામ, બનાસકાંઠા) અને બરખાબેન ઉર્ફે વર્ષા રણજીતભાઇ દંતાણી (ઉં. 21) (રહે. નારાયણનગર, વાસણારોડ, અમદાવાદ) (બંને કામધંધો - મજુરી) ને શોધી કાઢીને હસ્તગત કરવામાં આવ્યા હતા. બંને પાસેથી સોનાના દાગીના, મંગળસુત્ર, ચેઇન, બ્રેસલેટ, બંગડી, વીંટી અને મોબાઇલ ફોન મળીને રૂ. 18.45 લાખનો મુદ્દામાલ રીકવર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો --- VADODARA : છત્તીસગઢના નક્સલ પ્રભાવિત જિલ્લામાંથી આરોપીને દબોચતી પોલીસ


