VADODARA : ઝઘડિયા દુષકર્મ પીડિતાના પરિવારની મુલાકાત લેતા શક્તિસિંહ ગોહિલ
VADODARA : ભરૂચની ઝઘડિયા જીઆઇડીસીમાં ક્રૃરતા પૂર્ણ રીતે દુષકર્મનો ભોગ (BHARUCH RAPE CASE) બનેલી પીડિતાને વડોદરાની એસએસજી હોસ્પિટલ (SSG HOSPITAL - VADODARA) માં વધુ સારવાર આપવામાં આવી રહી છે. ત્યારે હાલ તેણીનીને વેન્ટીલેટર પર રાખવામાં આવી છે. ત્યારે તેની તબિયત પુછવા માટે રાજ્ય સભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ (RAJYSABHA MP - SHAKTISINH GOHIL) વડોદરા આવી પહોંચ્યા હતા. અને આજે પીડિતાના પરિવારને મળ્યા હતા. આ અગાઉ ઝારખંડના મંત્રી, કોંગ્રેસના પ્રભારી, વિરોધ પક્ષના નેતા, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તથા અન્ય અગ્રણીઓ પીડિત પરિવારની મુલાકાત લઇ ચુક્યા છે.
10 નિષ્ણાંત તબિબોની ટીમ તેેને સારવાર આપી રહી છે
ભરૂચમાં બનેલી ચકચારી દુષકર્મની ઘટનામાં આરોપીએ સગીરાના ગુપ્તાંગમાં જોડે ક્રૃરતા વર્તી હોવાની કબુલાત પોલીસને આપી છે. આ ઘટનામાં સગીરાને ગંભીર હાલતમાં વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવી છે. હાલ 10 નિષ્ણાંત તબિબોની ટીમ તેેને સારવાર આપી રહી છે. આ તકે પીડિત પરિવારની મુલાકાતે નેતાઓ-અગ્રણીઓનું હાલ ચાલુ છે. જેમાં આજે સવારે રાજ્યા સભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ વડોદરા આવ્યા હતા. અને પીડિત પરિવારની મુલાકાત લઇને પોતાની સંવેદના વ્યક્ત કરી હતી.
તેની પડખે ઉભા રહેવું પણ સરકારની ફરજમાં છે
રાજ્ય સભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે મીડિયાને જણાવ્યું કે, આ અતિશય અમાનવીય કૃત્ય છે. કોઇ રાક્ષસ પણ આવું કૃત્ય ના કરે તેવો કુમળી વયની દિકરી સાથે થયેલો આ પ્રકારનો અત્યાચાર, જો આપણે સભ્ય સમાજ કહેવડાવતા હોઇએ, તો આપણા સૌની માટે આ શર્મજનક ઘટના છે. આવી ઘટના ક્યાંય પણ બને તે અતિનિંદનીય છે. અત્યારે હું પરિસ્થિતી જોઇને આવ્યો છું. દિકરી વેન્ટીલેટર પર છે. ડોક્ટર્સની ટીમ તેમને બચાવવા માટે પ્રયત્ન કરી રહી છે. ઝારખંડના કોંગ્રેસના મંત્રી જાતે દોડી આવ્યા હતા. કોઇ પણ આર્થિક મદદ વળતર ના હોઇ શકે, પરંતુ જ્યારે પરિવાર મુશ્કેલીમાં છે, ત્યારે તેની પડખે ઉભા રહેવું પણ સરકારની ફરજમાં છે. તે માટે સરકારને હું આભાર માનું છું.
પરિવારને મળવા, કે તેની પૃચ્છા કરવા આવ્યા નથી
વધુમાં જણાવ્યું કે, ગુજરાત સરકારને પણ હું વિનંતી કરું છું. જ્યાં સુધી મારી પાસેની માહિતી છે, ગુજરાત સરકારના કોઇ પણ મંત્રી આ દિકરીના પરિવારને મળવા, કે તેની પૃચ્છા કરવા આવ્યા નથી. રાજકારણ ચાલ્યા કરે, આવા સમયે પરિવાર સાથે ઉભા રહેવું સૌની ફરજ છે. એક વર્ષમાં 169 બાળકીઓ પર આપણા ગુજરાતમાં આવી ઘટનાઓ બની છે. શું કોઇના દુખમાં ભાગીદાર થવું એ રાજકીય માણસોની ફરજ નથી ?
આ પણ વાંચો -- VADODARA : ઝાયડસ કંપનીના કર્મીનું રહસ્યમય સંજોગોમાં મોત


