Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : વોર્ડ નં - 1 ની તૈયાર ઓફીસને ઉદ્ધાટનની વાટ

VADODARA : વડોદરા (VADODARA) ના ટીપી 13 માં વહીવટી વોર્ડ નં - 1 ની ઓફીસ કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરીને બનાવવામાં આવી છે. આ ઓફીસ 8 મહિનાથી તૈયાર થઇ ગઇ હોવાનું સ્થાનિક કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા જણાવી રહ્યા છે. આ ઓફીસનું...
vadodara   વોર્ડ નં   1 ની તૈયાર ઓફીસને ઉદ્ધાટનની વાટ
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) ના ટીપી 13 માં વહીવટી વોર્ડ નં - 1 ની ઓફીસ કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરીને બનાવવામાં આવી છે. આ ઓફીસ 8 મહિનાથી તૈયાર થઇ ગઇ હોવાનું સ્થાનિક કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા જણાવી રહ્યા છે. આ ઓફીસનું ઉદ્ધાટન જલ્દી થાય તેની વાટ સ્થાનિકો પણ આતુરતાથી જોઇ રહ્યા છે. ત્યારે આજે આ મામલે કોંગ્રેસના કોર્પોરેટરે અવાજ ઉઠાવ્યો છે. અને આ ઓફીસ જલ્દી શરૂ કરવા માંગ કરી છે. આ ઓફીસમાં સામાન તેમનો તેમ પડી રહેવાથી તેમાં કચરાના થર બાઝ્યા હોવાનું જોવા મળી રહ્યું છે.

Advertisement

ઓફીસનું લોકાર્પણ કરાવી દો

સમગ્ર મામલે કોંગ્રેસના કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા જણાવે છે કે, આ ઓફીસ અમારી માંગણીના અનુસંધાને વોર્ડની મધ્યમાં તૈયાર કરવામાં આવી છે. જેથી કરીને છાણીથી લઇને નિઝામપુરાથી લઇને અમારા વોર્ડના તમામને નજીક પડે તેવું આ ઓફીસનું સ્થાન છે. આ ઓફીસ બનેલી તૈયાર છે. લોકસભાની ચૂંટણી પહેલા મુખ્યમંત્રી શહેરમાં લોકાર્પણના કામો માટે આવ્યા હતા. ત્યારે મેં અધિકારીને કહ્યું કે, આ ઓફીસમાં 25 ટકા કામગીરી બાકી છે. તમે ઓફીસનું લોકાર્પણ કરાવી દો, જેથી સત્વરે આપણે ઓફીસ શરૂ કરી શકીએ. તો અધિકારીઓ અને લોકોને રાહત થાય.

Advertisement

હાલ પાણી ટપકી રહ્યું છે

વધુમાં તેમણે જણાવ્યું કે, વર્ષેથી પતરાની ઓફીસ ગ્રામપંચાતની ઓફીસમાં કાર્યરત છે. ઉનાળામાં લોકો પરસેવે રેબઝેબ થઇ જતા હતા. ત્યાં ઉભુ રહેવાય તેવી પરિસ્થીતી નથી. ત્યાં હાલ પાણી ટપકી રહ્યું છે. લોકસભાની ચૂંટણી પહેલા આ ઓફીસ તૈયાર થઇ ગઇ છે. વોર્ડ, રેવન્યુ અને એન્જિનીયરીંગની આ ઓફીસ છે. આ ઓફીસ ઉદ્ધાટનની રાહ જોઇ રહી છે. કોઇ સિનિયર સીટીઝનના હસ્તે ઉદ્ધાટન કરી દેવું જોઇએ તેવી અમારી માગ છે. લોકોના ઉપયોગ માટે ઓફીસ ખુલ્લી મુકો.

કોઇના પણ નામની તક્તી લાગે

આખરમાં તેમણે જણાવ્યું કે, કરોડો રૂપિયાના ખર્ચે કોઇ બાંધકામ થાય ત્યારે તેના ઉદ્ધાટન માટે રાહ જોવય છે. વિકાસના કામો લોકોને બતાવવા માટે આ વિકાસનું કામ નથી, આ સુવિધા છે. અમારો વહીવટી વોર્ડ હતો. તેને અલગ કરી દેવામાં આવ્યો હતો. ટીપી 13 માં ઓફીસ બનાવવામાં આવી છે. મોટી જગ્યા હોવાથી પાર્કીંગનો કોઇ પ્રશ્ન ન થાય. લોકસભાની ચૂંટણી પહેલા ઉદ્ધાટન થવાનું હતું. કોઇના પણ નામની તક્તી લાગે, પણ ઉદ્ધાટન તો કરો ! લોકો માટે બનાવેલી ઓફીસમાં ધુળના ઢગલા જામ્યા છે. ગંદકીનું સામ્રાજ્ય દેખાઇ રહ્યું છે. વપરાશ નથી થતું, તેની સાફસફાઇ પણ નથી થતી.

આ પણ વાંચો -- VADODARA : એરપોર્ટની છતમાં લીકેજ, વાયરલ વીડિયોમાં ખુલી પોલ

Tags :
Advertisement

.

×