VADODARA : નદીની કોતરોમાંથી આવી આંટાફેરા મારતા તસ્કરો, મગરોથી બેખોફ
VADODARA : વડોદરા (VADODARA) માં નદી કિનારાની પાસે આવેલી સોસાયટીઓમાં તસ્કરોનો ભારે તરખાટ સામે આવ્યો છે. તસ્કરોની નિયમીત હાજરીને પગલે લોકોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. તસ્તરો કોતરોમાં ગાયબ થઇ જતા હોવાના કારણે તેમને વિશ્વામિત્રી નદીના મગરોનો ભય નહીં હોય તેમ લાગી રહ્યું છે. સ્થાનિકોની માંગ છે કે, તેમના વિસ્તારમાં હજી સુધી ચોરીની ઘટના નથી થઇ. પરંતુ તસ્કરોની હાજરી જોવા મળી છે. તેવા કિસ્સામાં પોલીસ પેટ્રોલીંગ વધારવામાં આવે તે જરૂરી બન્યું છે.
પોલીસ પેટ્રોલીંગની માંગ કરવામાં આવી
વડોદરાની મધ્યમાંથી વિશ્વામિત્રી નદી પસાર થાય છે. આ નદીમાં મગરો મોટા પ્રમાણમાં વસવાટ કરે છે. ત્યારે હવે વિશ્વામિત્રી નદીની કોતરોમાં રહેલા મગરોનો તસ્કરોને ભય નહીં લાગતો હોય તેમ લાગી રહ્યું છે. ફતેગંજમાં નદી કિનારા પાસે આવેલી સોસાયટીઓમાં તસ્કરોના આંટાફેરા વધ્યા છે. જેને લઇને હવે સ્થાનિકો દ્વારા પોલીસ પેટ્રોલીંગની માંગ કરવામાં આવી છે. હજી સુધી ચોરી નથી થઇ, પરંતુ એક વર્ષ પહેલાની ઘટનાનું પુનરાવર્તન સ્થાનીકો ટાળવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
નદીની કોતરમાંથી ઉતરી સામેની સાઇડે જતા રહે છે
સ્થાનિક ભરતભાઇ શેઠએ મીડિયાને જણાવ્યું કે, આ ફતેગંજ વિસ્તારની ટેક્સટાઇલ અને પૂર્ણિમા સોસાયટી નદી કિનારે આવેલી છે. અમારી જે જોઇએ તેવી સેફ્ટી રહેતી નથી. ચોર બે ત્રણ વખત આવ્યા છે. ભરવાડ વાસમાંથી તેઓ દોડીને અમારી સોસાયટીમાં આવે છે, અને પછી નદીની કોતરમાંથી ઉતરી સામેની સાઇડે જતા રહે છે. છેલ્લા 15 દિવસમાં આ રીતે બે ત્રણ વખત થયું છે. ચોરી થઇ નથી. અમારી સુરક્ષા માટેની માંગ છે. પોલીસ વાન રાત્રે પણ ફરે તેવી અમારી માંગ છે.
અમારી કોઇ સુરક્ષા નથી
સ્થાનિક મહિલા હર્ષિકા પટેલએ જણાવ્યું કે, અમારો ફતેગંજ વિસ્તાર છે. અમારે ત્યાં મંદિર છે, તેની પાછળ યુવાનોની અવર-જવર રહે છે. ગઇ કાલે ચોર આવ્યા હતા. અમારી કોઇ સુરક્ષા નથી. એક વર્ષ પહેલા ત્રણ ઘરના તાળા તુટ્યા હતા. હવે અમને ફરી દહેશત સતાવી રહી છે. ગઇ કાલે 10 વાગ્યે ચોર આવ્યા હતા.
આ પણ વાંચો -- VADODARA : બાઇકની ટાંકીને દારૂનું સંગ્રહ સ્થાન બનાવવાની ચાલાકી નાકામ


