Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : રોડ પરનો ભૂવા રીપેર કરાવામાં વિલંબ થતા વિરોધ

VADODARA : વડોદરા (VADODARA) શહેરના અમિગનગર થી સમા વિસ્તાર તરફ જતા આવતી કેન્દ્રિય વિદ્યાલય પાસે રોડ પર ભૂવો પડ્યો છે. આ રસ્તે વાહનોની વધારે અવર-જવર હોવાના કારણે લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. ત્યારે ત્રણ દિવસ બાદ પણ ભૂવો પૂરવામાં...
vadodara   રોડ પરનો ભૂવા રીપેર કરાવામાં વિલંબ થતા વિરોધ
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) શહેરના અમિગનગર થી સમા વિસ્તાર તરફ જતા આવતી કેન્દ્રિય વિદ્યાલય પાસે રોડ પર ભૂવો પડ્યો છે. આ રસ્તે વાહનોની વધારે અવર-જવર હોવાના કારણે લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. ત્યારે ત્રણ દિવસ બાદ પણ ભૂવો પૂરવામાં ના આવતા આખરે જાગૃત નાગરિકે ભૂવા આગળ બેસીનો વિરોધ નોંધાવવો પડી રહ્યો છે.

અનેક મહત્વના મુદ્દાઓને ઉજાગર કરીને તેને સમાધાન સુધી લઇ ગયા

વડોદરામાં પૂર બાદ રોડ-રસ્તા, પાણી તથા સ્ટ્રીટ લાઇટની સામાન્ય જરૂરીયાતો સંબંધિત મુશ્કેલીઓ પણ દુર નથી થઇ રહી. તાજેતરમાં વડોદરાના અમિત નગરથી સમા તરફ જવાના રસ્તે આવતી શાળા સામે ત્રણ દિવસથી ભૂવો પડ્યો હોવાનું સામે આવ્યું છે. આ ભૂવો રીપેર નહિં થવાના કારણે લોકોને અને વાહનચાલકોને ભારે મુ્શ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે લોકોની વેદના ઉજાગર કરવા માટે જાગૃત નાગરિક આકાશ પટેલ સામે આવ્યા છે. અગાઉ આકાશ પટેલે લોકોને સ્પર્શતા અનેક મહત્વના મુદ્દાઓને ઉજાગર કરીને તેને સમાધાન સુધી લઇ ગયા છે. આ વખતે પણ તેમ જ થાય તેવી સ્થિાનિકોને આશા છે.

Advertisement

પણ કોઇ નિરાકરણ આવી રહ્યું નથી

આકાશ પટેલે જણાવ્યું કે, ત્રણ દિવસથી આ ભૂવો પડ્યો છે. આ ભૂવો અમિતનગરથી સમા તરફ જવાના રસ્તે પડ્યો છે. હાઇવે જતા રસ્તે આ ભૂવો છે. આખરે મારે ભૂવા પાસે નીચે બેસવું પડ્યું છે. અહિંયા અકસ્માત થતા હોવાથી ડિવાઇડર બનાવવા માટેની રજુઆત આપી છે. તેનું પણ કોઇ નિરાકરણ આવી રહ્યું નથી. અહિંયા રાત્રીના સમયે લાઇટના પણ ઠેકાણા નથી. આ રસ્તે એસટી બસ અને ઇમર્જન્સી વાહનો પણ પસાર થાય છે.

Advertisement

કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ તથા તંત્રને લોકો ગાળો આપી રહ્યા છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, છેલ્લા ત્રણ દિવસથી વર્ક ઇન પ્રોગ્રેસનું બોર્ડ મારવામાં આવ્યું છે. પરંતુ કોઇ કામગીરી કરવામાં આવી નથી. જ્યાં જ્યાં લોકોના પ્રશ્ને રજુઆત હશે, ત્યાં ત્યાં હું બેસીને વિરોધ કરીશ. કોર્પોરેટરો રોજ આ રસ્તેથી જાય છે. તે લોકો અધિકારીઓને કેમ નથી કહી શકતા, વડોદરામાં ભાજપના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ તથા તંત્રને લોકો ગાળો આપી રહ્યા છે. છતાં તેઓ સુધર્યા નથી. જલારામ ઝુપડપટ્ટીમાં પણ ભૂવો છે, તેમાં પણ કામગીરી થઇ નથી. દર વખતે તંત્ર દેખાયો કરે છે, મારો સવાલ છે કે, કામ ક્યારે થશે.

આ પણ વાંચો -- VADODARA : રજુઆત છતાં કાર્યવાહી નહી થતા મોટું ઝાડ પડ્યું, ત્રણ ઇજાગ્રસ્ત

Tags :
Advertisement

.

×