Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ટ્રાફીક સેફ્ટી માસમાં ચાલુ વાહને ફોન પર વાતો કરનારા વધુ દંડાયા

VADODARA : શહેર પોલીસ તંત્ર દ્વારા નવતર અભિગમ અપનાવી પુત્રીના હાથે પિતાને હેલ્મેટ આપી વાહન ચલાવતી વખતે પહેરવાની અપીલ કરવામાં આવી હતી.
vadodara   ટ્રાફીક સેફ્ટી માસમાં ચાલુ વાહને ફોન પર વાતો કરનારા વધુ દંડાયા
Advertisement

VADODARA : દેશમાં માર્ગ અકસ્માતને કારણે ગત વર્ષે 1.7 લાખ લોકોએ જીવ ગુમાવ્યો હતો. શહેરમાં પણ સર્જાયેલા અકસ્માતમાં 178 લોકોએ જીવ ગુમાવવા સાથે 295 કરતાં વધુ લોકોએ કાયમી અપંગતા અથવા ગંભીર ઇજાનો ભોગ બનવું પડ્યું હતુ. ત્યારે પોલીસ તંત્ર દ્વારા વાહનચાલકોમાં જાગૃતિ આવે તે માટે બે માસ ટ્રાફિક સલામતી માસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. જેની પૂર્ણાહુતિ શનિવારે પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમારની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. (ROAD SAFETY MONTH CELEBRATION COMPLETED - VADODARA POLICE)

પુત્રીના હાથે પિતાને હેલ્મેટ આપ્યું

ટ્રાફિક શાખા દ્વારા જાગૃતિના કાર્યક્રમોની સાથે ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા સામે પણ પગલાં ભરવામાં આવ્યા હતા. આ સમયગાળામાં ચાલુ વાહને મોબાઇલ ફોન ઉપર વાતચીત કરનારા 2143 વાહનચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો તેમજ બે માસમાં 106 વાહન ચાલકોના લાયસન્સ રદ કરવામાં આવ્યા હતા. શહેર પોલીસ તંત્ર દ્વારા નવતર અભિગમ અપનાવી પુત્રીના હાથે પિતાને હેલ્મેટ આપી વાહન ચલાવતી વખતે પહેરવાની અપીલ કરવામાં આવી હતી.

Advertisement

બે માસમાં 95 ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમો યોજ્યા

ટ્રાફિક શાખાના નાયબ પોલીસ કમિશ્નર જ્યોતિ પટેલ દ્વારા નેશનલ રોડ સેફ્ટી મંથ દરમિયાન કરવામાં આવેલી કામગીરી અને પૂર્ણાહુતિ કાર્યક્રમ વિશે વિગતો આપતા જણાવ્યું હતું કે શનિવારે પરવાહની થીમ ઉપર કમાટીબાગ એમ્ફીથિયેટર ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત એઆરટીઓ અને સ્વૈચ્છિક સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ટ્રાફિક શાખાએ વાહનચાલકોમાં જાગૃતિ લાવવા માટે બે માસમાં 95 ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમો યોજ્યા હતા. શનિવારે શહેર પોલીસ કમિશ્નરની ઉપસ્થિતિમાં દીકરીના હાથે પિતાને હેલ્મેટ આપવામાં આવી હતી. બે માસમાં ટ્રાફિક શાખા દ્વારા નિયમોનો ભંગ કરનારા સામે પણ ખાસ ઝુંબેશ હાથ ધરી હતી. સીટ બેલ્ટ બાંધ્યા વગર કાર હંકારનાર 2898 કાર ચાલકો અને હેલ્મેટ વગર દ્વિચક્રી વાહન ચલાવનાર 344 સરકારી કર્મચારી સહિત 1536 ચાલકોને પકડી તેમને દંડ ફટકારવામાં આવ્યો હતો.

Advertisement

નશો કરેલી હાલતમાં વાહન ચલાવનાર 36 ઝડપાયા

વધુમાં જણાવ્યું કે, જાહેરનામાનો ભંગ કરી શહેરમાં પ્રવેશેલા 526 ભારદારી વાહનચાલકો સામે કાનૂની પગલાં ભરાયા હતા. રોંગ સાઇડ વાહન હંકારનાર 1636 ચાલકોને દંડ ફટકારવા સાથે નશો કરેલી હાલતમાં વાહન ચલાવનાર 36ને ઝડપી પાડવામાં આવ્યા હતા. વાહનચાલકોમાં સૌથી વધુ જોવા મળતા કિસ્સામાં વાહનચાલક વાહન ચલાવતા હોય ત્યારે મોબાઇલ ફોન ઉપર સતત વાતો કરે છે. આવા 2143 વાહનચાલકોને પણ દંડ ફટકારવામાં આવ્યો હતો. 106 વાહનચાલકોના લાયસન્સ રદ્દ કરાવવામાં આવ્યા છે.

વાહન અકસ્માતો કરતા 93ને કટને બંધ કરવામાં આવશે

શહેરમાં માર્ગ અકસ્માતોની વણથંભી વણઝાર ચાલે છે. માર્ગો અને વાહનની ગતિને કારણે વારંવાર અકસ્માતો સર્જાતા રહે છે. ત્યારે શહેર ટ્રાફિક શાખા દ્વારા બે માસમાં માર્ગ ઉપર 93 સ્થળે અનધિકૃત મીડીયન કટને કારણે અકસ્માતો સર્જાતા હોવાના કારણે આવા કટ બંધ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું નાયબ પોલીસ કમિશ્નર જ્યોતિ પટેલે જણાવ્યું હતું.

આ પણ વાંચો --- અમેરિકાથી ડિપોર્ટ કરાયેલ યુવક સામે અમદાવાદ એરપોર્ટ પર ફરિયાદ, બીજાના પાસપોર્ટથી ગયો હતો...

Tags :
Advertisement

.

×