Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : પૈસાની જરૂરિયાત પુરી કરવા ATM માં ચોરીનો પ્રયાસ

VADODARA : પોલીસ મથકમાંથી રાત્રીના સમયે તેમને ફોન કરીને જણાવ્યું કે, એક ઇસમ બેંકનું એટીએમ મશીન કોડીને ચોરીનો પ્રયાસ કરતા પકડાયો છે
vadodara   પૈસાની જરૂરિયાત પુરી કરવા atm માં ચોરીનો પ્રયાસ
Advertisement

VADODARA : વડોદરા ગ્રામ્યમાં આવતા મંજુસર પોલીસ મથક (MANJUSAR POLICE STATIO - VADODARA RURAL) વિસ્તારમાં આવતા એટીએમને તોડવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. આ પ્રયાસ કરનાર શખ્સને પોલીસે દબોચી લીધો હતો. અને આ ઘટના અંગેની જાણ બેંકના જનરલ મેનેજરને કરવામાં આવતા તેઓ દોડી આવ્યા (FAILED ATTEMPT TO BREAK ATM MACHINE - VADODARA) હતા. આખરે ચોરીનો પ્રયાસ કરનાર શખ્સ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ સમગ્ર મામલે પોલીસે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મેનેજરને રાત્રે પોલીસ મથકમાંથી ફોન આવ્યો

મંજુસર પોલીસ મથકમાં આદિત્યનાથ અભિમન્યુપ્રસાદ સિંઘ એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ બેંક ઓફ બરોડામાં નજરલ મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેમની બેંકનું એટીએમ 24 કલાક ચાલુ રહે છે. 13, ફેબ્રુઆરીના રોજ તેઓ બેંકનું કામકાજ પતાવીને ઘરે આવ્યા હતા. દરમિયાન મંજુસર પોલીસ મથકમાંથી રાત્રીના સમયે તેમને ફોન આવ્યો હતો. જેમાં જણાવ્યું કે, એક ઇસમ બેંકનું એટીએમ મશીન કોડીને ચોરી કરવાનો પ્રયાસ કરતા પકડાયો છે. જેથી તેમણે તુરંત ઉપરી અધિકારીને ફોન કરીને જાણ કરી હતી.

Advertisement

ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરનાર પોલીસ હવાલે

ત્યાર બાદ સ્થળ પર પહોંચતા તેમણે જોયું કે, એટીએમ મશીનનું ફ્રન્ટ લોક તુટેલું છે. બાદમાં તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જેમાં તેમણે શખ્સનું નામ પુછતા તેણે હિતેશકુમાર ચંદુભાઇ ચાવડા (રહે. સિસોદીયાપુરી, નવી નગરી, સાવલી, વડોદરા ગ્રામ્ય) હોવાનું જણાવ્યું હતું. તેને પૈસાની જરૂરત હોવાથી તેણે પોણા બે વાગ્યે એટીએમ તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હોવાનું જણાવ્યું હતું. જો કે, આ પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. આખરે ઉપરોક્ત મામલે હિતેશકુમાર ચંદુભાઇ ચાવડા (રહે. સિસોદીયાપુરી, નવી નગરી, સાવલી, વડોદરા ગ્રામ્ય) સામે મંજુસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : ચૂંટણી ટાણે દારૂ ઘૂસાડવાનો પ્લાન નિષ્ફળ બનાવતી પોલીસ

Tags :
Advertisement

.

×