VADODARA : સંતાનની વાટ જોતા પરિવારને મોતની ખબર મળતા ભાંગી પડ્યા
VADODARA : સડક સુરક્ષા માટે પોલીસ તંત્રના અનેક પ્રયાસો છતાં વડોદરા શહેર અને ગ્રામ્ય (VADODARA CITY - DISTRICT) વિસ્તારોમાં અકસ્માતની ઘટનાઓ અટકવાનું નામ નથી લઇ રહી. તાજેતરમાં વડોદરા ગ્રામ્યમાં આવેલા વાઘોડિયાના ખાંભા રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે બાઇક ચાલક યુવકનું મોત નિપજ્યું હતું. પોતાનું કામ પતાવીને યુવાન પોતાના ઘરે જઇ રહ્યો હતો. પોતાના વ્હાલસોયાની વાટ જોતા પરિવારને તેની મોતની ખબર મળતા તમામ ભાંગી પડ્યા હતા. અને સ્થળ પર દોડી આવ્યા હતા. સ્થળ પર પરિવારનો આક્રંદ જોઇને છમગીની છવાઇ હતી. સમગ્ર મામલે સ્થાનિક પોલીસને જાણ થતા હિટ એન્ડ રન (HIT AND RUN - VADODARA RURAL) કેસનીતપાસ શરૂ કરી છે.
ટક્કર એટલી જોરદાર હતી કે, યુવક ફંગોળાયો
વડોદરાના વાઘોડિયામાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં એક પરિવારે પોતાનો વ્હાલસોયો દિકરો ગુમાવ્યો છે. વડોદરા ગ્રામ્યમાં આવતા રવાલ ગામે 20 વર્ષિય યુવક સંજય મકવાણા પોતાના પરિવાર સાથે રહેતો હતો. તે વાઘોડિયા કોઇ કામ અર્થે બાઇક પર આવ્યો હતો. અને તે કામ પતાવીને તે પરત ફરી રહ્યો હતો. દરમિયાન આરઆર કેબલ કંપનીના ગેટ પાસે અજાણ્યા વાહન દ્વારા તેને અડફેટે લેવામાં આવ્યો હતો. આ ટક્કર એટલી જોરદાર હતી કે, યુવક ફંગોળાયો હતો. અને તેને ગંભીર ઇજાઓ થવા પામી હતી. જેમાં તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું.
સ્થળ પર પરિવારનો આક્રંદ છવાયો
આ ઘટનામાં અકસ્માત સર્જનાર વાહન ચાલક સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. અકસ્માતની ઘટનાને પગલે સ્થાનિકો એકત્ર થઇ ગયા હતા. પોતાના વ્હાલસોયાની વાટ જોતા પરિવારને તેની મોતની ખબર મળતા તમામ ભાંગી પડ્યા હતા. અને સ્થળ પર દોડી આવ્યા હતા. સ્થળ પર પરિવારનો આક્રંદ છવાયો હતો. સમગ્ર ઘટના અંગે વાઘોડિયા પોલીસને જાણ થતા જ તેઓ દોડી આવ્યા હતા. અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો -- VADODARA : ગેરકાયદે જતી રેતી ભરેલી ટ્રક રોકતા કોંગી આગેવાનને ધમકી


