VADODARA : ભારદારી વાહને ટક્કર મારી ઢસડતા યુવકનું મોત, લોકોમાં આક્રોશ
VADODARA : વડોદરા ગ્રામ્ય (VADODARA RURAL) અંતર્ગત આવતા ડભોઇ રોડ (DABHOI ROAD) પર આજે સવારે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં પેટ્રોલ પુરાવીને રોડ પર આવતા બાઇક ચાલક યુવકને ભારદારી વાહને અડફેટે લીધા બાદ ઢસડ્યો હતો. જેથી તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હોવાનું સપાટી પર આવ્યું છે. બીજી તરફ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. અને માતેલા સાંઢની જેમ ફરતા ભારદારી વાહનો પર લગામ કરવાની માંગનો અંદરોઅંદર ગણગણાટ શરૂ થયો છે.
ભારદારી વાહને બાઇકને જોરદાર ટક્કર મારી
વડોદરા શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ભારદારી વાહનોની અડફેટે અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ઘટના બાદ તંત્ર કાર્યવાહી પણ કરે છે. પરંતુ તેનું કોઇ કાયમી સોલ્યુશન આવતું નથી. જેથી આ સિલસિલો ચાલ્યા જ કરે છે. આજરોજ વડોદરા ગ્રામ્ય અંતર્ગત આવતા ડભોઇ રોડ પર થઇને રાહુલ કૌશિકભાઇ રાઠવા બાઇક પર છોટાઉદેપુર જઇ રહ્યો હતો. દરમિયાન ડભોઇના પંપ પર પેટ્રોલ ભરાવીને તે જઇ રહ્યો હતો. તેવામાં નજીકમાં ભારદારી વાહને તેની બાઇકને જોરદાર ટક્કર મારી હતી. અને બાદમાં તે ઢસડાયો હતો.
લગામ કસવા માટેની માંગ ઉઠવા પામી
આ ગમખ્વાર અકસ્માતમાં યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જેને પગલે સ્થાનિકોમાં બેલગામ ચાલતા ભારદારી વાહનો સામે આક્રોષ ફાટી નિકળ્યો છે. અને તેમની પર લગામ કસવા માટેની માંગ ઉઠવા પામી છે. અને ફરી આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ના થાય તેવા નક્કર પગલાં ભરવા માટેની લોકમાંગ મજબુત થવા પામી છે.
આ પણ વાંચો -- VADODARA : શ્રમજીવીનો બે કટકા કરેલો મૃતદેહ મળ્યો, કારણ અકબંધ


