ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Operation Asur બાદ વડોદરા ગ્રામ્ય LCB નો સપાટો, "પુષ્પા" સ્ટાઇલ દારૂની હેરાફેરી નાકામ

VADODARA : ફિલ્મમાં ચંદનના ચોરીના લાકડાની હેરાફેરી થાય તેવી જ રીતે વડોદરા ગ્રામ્યમાં બુટલેગર દ્વારા ટેન્કરમાં છુપાડીને દારૂનો જથ્થો મોકલવામાં આવ્યો
01:35 PM Dec 20, 2024 IST | PARTH PANDYA
VADODARA : ફિલ્મમાં ચંદનના ચોરીના લાકડાની હેરાફેરી થાય તેવી જ રીતે વડોદરા ગ્રામ્યમાં બુટલેગર દ્વારા ટેન્કરમાં છુપાડીને દારૂનો જથ્થો મોકલવામાં આવ્યો

VADODARA : Operation Asur Impact: ગુજરાત ફર્સ્ટ (GUJARAT FIRST) ના ઓપરેશન અસુરની અસર અત્યારે રાજ્યભરમાં જોવા મળી રહીં છે. રાજ્યભરની પોલીસ અત્યારે શરાબના સોદાગરો પર ત્રાટકી છે અને સઘન કાર્યવાહી હાથ ધરી છે. અત્યારે ગુજરાતના અનેક સ્થળો પર પોલીસે તપાસ હાથ ધરી છે. ગઈ કાલે ઓપરેશન અસુર દ્વારા ગુજરાત ફર્સ્ટે દારૂના ધંધાનો પર્દાફાશ કર્યા બાદ રાજ્યવ્યાપી કાર્યવાહીનો દોર શરૂ થયો છે. તાજેતરમાં વડોદરા ગ્રામ્ય એલસીબી (VADODARA RURAL LCB) દ્વારા પુષ્પા ફિલ્મ સ્ટાઇલ ટેન્કરમાં વિદેશી દારૂની હેરાફેરીનો (PUSHPA STYLE ILLEGAL LIQUOR TRANSPORT) કિમીયો નાકામ કર્યો છે. આ કાર્યવાહીમાં રૂ. 64.51 લાખનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. 31, ડિસેમ્બર જેમ જેમ નજીક આવતી જાય છે, તેમ તેમ બુટલેગરોના અરમાનો પર પાણી ફરી વળવાની વધુ ઘટનાઓ સામે આવી રહી છે.

ભરથાણા ટોલ નાકા પાસે વોચ ગોઠવી

વર્ષના આખરી દિવસ 31 ડિસેમ્બરના રોજ વિદેશની જેમ આપણે ત્યાં પણ પાર્ટીનું ચલણ વધ્યું છે. આ પાર્ટીઓમાં દારૂ પહોંચાડવા માટે બુટલેગરો અવનવી યુક્તિઓ અજમાવતા હોય છે. ત્યારે તાજેતરમાં ચંદન ચોરી પર પુષ્પા નામની ફિલ્મ ભારે ધૂમ મચાવી રહી છે. જે સ્ટાઇલથી ફિલ્મમાં હીરો ચંદનના ચોરીના લાકડાની હેરાફેરી કરે છે. તેવી જ રીતે વડોદરા ગ્રામ્યમાં બુટલેગર દ્વારા ટેન્કરમાં છુપાડીને દારૂનો જથ્થો મોકલવામાં આવ્યો હતો. જો કે, પ્રોહીબીશનની અમલવારી માટે સતત પ્રયત્નશીલ વડોદરા ગ્રામ્ય એલસીબીને બાતમી મળતા જ તાત્કાલિક ભરૂચથી વડોદરા નેશનલ હાઇવેની હદમાં આવતા ભરથાણા ટોલ નાકા પાસે વોચ ગોઠવી હતી.

821 નંગ વિદેશી શરાબની પેટીઓ મળી આવી

દરમિયાન બાતમીથી મળતું આવતું ટેન્કર દેખાતા તેની અટકાયત કરવામાં આવી હતી. ત્યાર બાદમાં તેમાં તપાસ કરતા 821 નંગ વિદેશી શરાબની પેટીઓ મળી આવી હતી. તેની કિંમત રૂ. 68.51 લાખ જેટલી થવા પામે છે. આ કાર્યવાહીમાં શંકરલાલ ચુનીલાલ શાલવી (રહે. રાજસ્થાન) ની ધરપકડ કરવામાં આવી છે. બાદમાં આ અંગે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સાથે જ આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો, અને ક્યાં લઇ જવામાં આવનાર છે, તથા કોના દ્વારા મદદ મળતી હતી, જેવા પ્રશ્નોના જવાબો જાણવા માટે પોલીસે કમર કસી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો -- Gujarat First Impact: Operation Asur અહેવાલ બાદ જાગી રાજકોટ ગ્રામ્ય પોલીસ, બંધ કરાવ્યાં દારૂના અડ્ડા

Tags :
caughtFilmFROMGujarat FirstGujarat NewsGujarati NewsillegalLCBlikeliquorPushparuralTankertrickusingVadodara
Next Article