Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ટેન્કરમાં ભરેલો વિદેશી દારૂ અંજાર તરફ પહોંચતા પહેલા જ ખેલ પડી ગયો

VADODARA : ત્રણ અધિકારીઓને બાતમી મળી કે, ટેન્કરમાં ભારતીય બનાવટના વિદેશી દારૂને ગોધરા થઇ હાલોલથી વડોદરા તરફ લાવવામાં આવી રહ્યો છે
vadodara   ટેન્કરમાં ભરેલો વિદેશી દારૂ અંજાર તરફ પહોંચતા પહેલા જ ખેલ પડી ગયો
Advertisement

VADODARA : દિવાળી નજીક છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં દારૂની હેરફેર રોકવા તથા પ્રોહીબીશનની અમલવારી કરાવવા માટે વડોદરા ગ્રામ્ય એલસીબી (VADODARA RURAL LCB) સઘન વોચ રાખી રહી છે. તે દરમિયાન તાજેતરમાં ટીમને દારૂનો જથ્થો ટેન્કરમાં ભરીને લઇ જવામાં આવતો હોવા અંગેની બાતમી મળી હતી. જે બાદ ટીમે વોચ ગોઠવીને ટેન્કર પકડી પાડ્યું હતું. આ કાર્યવાહીમાં ગ્રામ્ય એલસીબીની ટીમોએ રૂ. 76 લાખથી વધુનો દારૂ કબ્જે કર્યો છે.

Advertisement

કીચું ચોકડી પર ટેન્કરની વોચમાં ટીમ ગોઠવાઇ

તહેવાર ટાણે વડોદરા ગ્રામ્ય એલસીબી દ્વારા વિદેશી દારૂની હેરફેર પર સખત નજર રાખવામાં આવતી હોય છે. દરમિયાન તાજેતરમાં ગ્રામ્ય એલસીબીની ટીમો વોચમાં હતી. તેવામાં ત્રણ અધિકારીઓને બાતમી મળી કે, ટેન્કરમાં ભારતીય બનાવટના વિદેશી દારૂને ગોધરા થઇ હાલોલથી વડોદરા તરફ લાવવામાં આવી રહ્યો છે. ચોક્કસ બાતમીના આધારે ગ્રામ્ય એલસીબીની ટીમો હાલોલ-વડોદરા રોડ પર જરોદ બાયપાસ પાસે કીચું ચોકડી પર ટેન્કરની વોચમાં ગોઠવાઇ હતી. તેવામાં બાતમીથી મળતું આવતું ટેન્કર દેખાતા તેને રોકવામાં આવ્યું હતું.

Advertisement

જુદા જુદા માર્કાનો વિદેશી દારૂ મળી આવ્યો

ટેન્કરમાં એકમાત્ર શખ્સ હાજર મળી આવ્યો હતો. તેણે તેનું નામ જોગારામ ડાલુરામ જાટ (રહે. ખુડાલા, આસુઓકી ઢાણી, બાડમેર, રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. ટેન્કરમાં તપાસ કરતા જુદા જુદા માર્કાનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. ઉપરોક્ત કાર્યવાહીમાં વડોદરા ગ્રામ્ય એલસીબી દ્વારા રૂ. 76.13 લાખના વિદેશી દારૂ મળીને કુલ રૂ. 91.18 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ગુજરાતમાં અંજાર તરફ લઇ જવાનો હતો

ટેન્કર ચાલકની પુછપરછ કરતા તેણે આ વિદેશી દારૂ રાજેન્દ્ર નામને ઇસમે હરીયાણાના ભિવાની ખાતે નારોલ રોડ પર ટોલ નાકા નજીકથી આપ્યો હતો. તેને ગુજરાતમાં અંજાર તરફ લઇ જવાનો હતો. જો કે, વડોદરા ગ્રામ્ય એલસીબી દ્વારા વચ્ચે જ તેનો ખેલ બગાડી કાઢવામાં આવ્યો છે. સમગ્ર મામલે જરોદ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલે સપ્લાયરને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો -- VADODARA : પેટ્રોલ ટેન્કરમાંથી "કટકી" થતી હોવાનો આરોપ, અધિકારીઓ દોડી આવ્યા

Tags :
Advertisement

.

×